જાફરાબાદના રોહિસા ગામે બાયપાસ નજીકની શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં આઠ ખેલીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂપિયા ૧૨,૧૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ભાવેશ સોલંકી, શૈલેષ ચૌહાણ, અશોક વાઢેર, બાબુ વાઘેલા, માધા સાખટ, મનુભાઇ વાઘેલા, રવજી બાંભણિયા, ચંદુભાઇ બાંભણિયાને સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા ગંજીપાના પાના પૈસા વડે જુગાર રમતાં રોકડા રૂ.૧૨,૧૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઇ.જી.કાલીયા વધુ તપાસ કરી રહ્યા છે.