રોહિસા ગામે રહેતા મુકેશભાઈ જીવાભાઈ ખસીયા (ઉ.વ.૨૨)એ તેમના જ ગામના સામતભાઇ ભગવાનભાઇ ખસીયા, મહેશભાઇ સામતભાઇ ખસીયા, ભીમાભાઇ રામભાઇ ખસીયા, શાંતુબેન ભીમાભાઇ ખસીયા, ભાવેશભાઇ ભીમાભાઇ ખસીયા, અરવિંદભાઇ ભીમાભાઇ ખસીયા, ગોવિંદભાઇ રામભાઇ ખસીયા તથા હંસાબેન પાંચાભાઇ ખસીયા સામે ફરિયાદ કરી હતી. જે મુજબ મુકેશભાઈનું મકાન ખાલી કરવા બાબતે અવાર નવાર અંદરો અંદર ઝઘડો થતો હતો. જેનુ મનદુઃખ રાખી આરોપીઓએ તેમના ઘરે આવી તેમના બા-બાપુજી તથા બહેનો, પત્નિને લાકડી વતી માર માર્યો હતો. ઉપરાંત તમામ આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.બી.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.