જાફરાબાદના રોહિસા ગામે એક યુવકે તેની પત્ની સાથે મજાક કરવાની ના પાડતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મનુભાઈ ડાયાભાઈ સાંખટ (ઉ.વ.૩૫)એ છગનભાઈ નાનુભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી તેની પત્ની સાથે મજાક મસ્તી કરતો હોવાથી તેમણે આમ કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈને ગાળો આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.