(એ.આર.એલ),મુંબઇ,તા.૮
ટી૨૦ વર્લ્ડકપમાં એક પણ મેચ હાર્યા વગર ટીમ ઈન્ડયા ચેમ્પયન બની છે. ચેમ્પયન બનતા જ ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. બીસીસીઆઈએ
ટીમ ઈન્ડયાને ટી૨૦ વર્લ્ડકપ જીતવા પર પોતાની તેજારી પણ ખોલી હતી. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડયા માટે ૧૨૫ કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ટીમ ઈન્ડયાના ખેલાડીઓને કેટલા પૈસા મળશે અને હેડ કોચ, સપોર્ટ સ્ટાફને કેટલી રકમ મળશે? તમે પણ જાઈ ચોંકી જશો કે, વર્લ્ડ ચેમ્પયન ખેલાડીઓના હેડ કોચ રાહુલ દ્રવિડથી બે ગણા વધારે પૈસા મળશે.રિપોર્ટ મુજબ રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડયાના ૧૫ ખેલાડીઓને ૫-૫ કરોડ રુપિયા મળશે. આ ૧૫ ખેલાડીઓમાંથી ૩ એવા ખેલાડી છે, જેમણે એક પણ મેચ રમી નથી. આ ખેલાડીઓમાં સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને યશસ્વી જ્યસ્વાલ છે.બીસીસીઆઈએ ૪ રિઝર્વ ખેલાડીને પણ ૧-૧ કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે. રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહમદ અને આવેશ ખાનને પણ બીસીસીઆઈ એક કરોડ રુપિયા આપશે.રાહુલ દ્રવિડની કોચિંગમાં ટીમ ઈન્ડયાએ વર્લ્ડકપ જીત્યો છે, બીસીસીઆઈએ આ દિગ્ગજને ૨.૫ કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે.માત્ર રાહુલ દ્રવિડ જ નહિ પરંતુ આખા કોચિંગ સ્ટાફ જેમાં બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડંગ કોચને પણ ૨.૫ કરોડ રુપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.આ સિવાય બૈકરુમ સ્ટાફના મેમ્બરને પણ ૨-૨ કરોડ રુપિયા આપવામાં આવશે. ટીમ ઈન્ડયાના ખેલાડી અને સપોર્ટ સ્ટાફને મેળવી કુલ ૩૬ ખેલાડીઓ વચ્ચે આ રકમ વહેંચાશે. તમામે સાથે મળી ટી૨૦ વર્લ્ડકપ જીત્યો છે અને બીસીસીઆઈએ તમામને શુભકામના પણ પાઠવી હતી.
એક સમયે લાગતું હતુ કે, ટીમ સાઉથ આફ્રિકા સામે હારી જશે. પરંતુ બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાની સારી બોલિંગના કારણે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પયન બની છે.