છેલ્લા એક દાયકામાં, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એકલા હાથે ભારતીય ટીમને અનેક જીત અપાવી છે. બંને બેટ્‌સમેનોએ  ટેસ્ટ અને ટી ૨૦ આંતરરાષ્ટ્ર ીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તેઓ વનડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બંને ખેલાડીઓ ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા રાખે છે. બંને ખેલાડીઓ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે અને ઘણા રન બનાવી રહ્યા છે.વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની  વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બે મેચમાં બે સદી ફટકારી છે. તેણે બે મેચમાં કુલ ૨૩૭ રન બનાવ્યા છે અને વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ પહેલા, તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ૭૪ રનની ઇનિંગ રમી હતી. તે હાલમાં આઇસીસી વનડે રેન્કિંગમાં બેટ્‌સમેનોમાં ચોથા ક્રમે છે, જેના ૭૫૧ રેટિંગ પોઈન્ટ છે. તેના સારા પ્રદર્શનને કારણે તેને એક સ્થાન મળ્યું.બીજી તરફ, રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં જારદાર પ્રદર્શન કર્યું. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ૧૨૧ રન બનાવ્યા. ત્યારબાદ તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ૫૭ રનની ઇનિંગ રમી. તે હાલમાં આઇસીસી વનડે રેન્કિંગમાં બેટ્‌સમેનોમાં નંબર વન સ્થાન ધરાવે છે. હાલમાં તેની પાસે ૭૮૩ રેટિંગ પોઈન્ટ છે.રોહિત શર્માનું આઇસીસી વનડે  રેન્કિંગ વિરાટ કોહલી કરતા વધારે છે. રોહિત નંબર વન રેન્કિંગમાં છે, જ્યારે કોહલી ચોથા ક્રમે છે. જાકે, દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી પૂરી થયા પછી, જ્યાં કોહલી શાનદાર સ્કોર કરી રહ્યો છે, તેના રેન્કિંગમાં વધારો થવાની અપેક્ષા છે.