ટીમ ઈન્ડીયાનો હીટમેન રોહિત શર્માએ રાજકોટમાં રંગ રાખી દીધો છે. રોહિતે રેહાન અહમદની સામે ૨ રન લઈને કરિયરની ૧૧મી સદી પૂરી કરી હતી. રોહિતની ઈંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ૩જી ટેસ્ટમાં રોહિતનું આ મોટું કારનામું છે. હજુ તો ગઈ કાલે આ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થયું હતું અને આજે રોહિત તેમાં ધમાકેદાર સદી ફટકારીને ઈંગ્લેન્ડે બેકફૂટ પર મૂકી દીધું હતું.
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ દાવમાં ૨ છગ્ગા ફટકારીને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. તેના નામે હવે ૭૯ સિક્સર છે, જ્યારે ધોનીના નામે ૭૮ સિક્સર છે. આટલું જ નહીં, હવે તે ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્‌સમેન બની ગયો છે. તેનાથી આગળ માત્ર વીરેન્દ્ર સેહવાગ છે વીરેન્દ્ર સેહવાગના નામે ૯૧ સિક્સર છે.
રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેણે વિજય મર્ચન્ટ, મુરલી વિજય અને કેએલ રાહુલની બરાબરી કરીને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તેની ત્રીજી સદી ફટકારી. આ યાદીમાં સુનીલ ગાવસ્કર ૪ સદી સાથે ટોચ પર છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિતની ૪૭મી સદી
વિરાટ કોહલી- ૮૦ સદી
ડેવિડ વોર્નર- ૪૯ સદી
રોહિત શર્મા – ૪૭ સદી
જા રૂટ- ૪૬ સદી
સ્ટીવ સ્મથ – ૪૪ સદી
કેન વિલિયમસન- ૪૪ સદી
જા ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ સિક્સર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. સ્ટોક્સે ૧૨૮ સિક્સર ફટકારી છે જ્યારે બ્રેન્ડન મેક્કુલમે ૧૦૭ સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર એડમ ગિલક્રિસ્ટ છે. તેના નામે ૧૦૦ સિક્સર છે. આ ત્રણેય બેટ્‌સમેનો ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે ત્રીજા આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યા છે. રોહિત શર્મા જે ઝડપે આગળ વધી રહ્યો છે તે જાતાં તેના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બની શકે છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્‌સમેન
બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ)ઃ ૧૨૮ છગ્ગા
બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ)ઃ ૧૦૭ છગ્ગા
એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા)ઃ ૧૦૦ સિક્સર
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડઝ)ઃ ૯૮ છગ્ગા
જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)ઃ ૯૭ છગ્ગા
વિરેન્દ્ર સેહવાગ (ભારત)ઃ ૯૧ છગ્ગા