(એ.આર.એલ),મુંબઇ,તા.૩
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વનડે વિશ્વકપ ૨૦૨૩ ફાઈનલ બાદ પ્રથમવાર વનડે મેચ રમવા ઉતરેલા રોહિત શર્માએ આજે શ્રીલંકા વિરુદ્ધ એક નવો કીર્તિમાન રચી દીધો છે. હિટમેન રોહિત શર્માએ ટી૨૦ વિશ્વકપ ૨૦૨૪ની ફાઈનલ જીત્યા બાદ પ્રથમવાર મેચ રમી છે. શ્રીલંકા સામે રમતા રોહિતે એવો કીર્તિમાન બનાવ્યો છે, જેનો પીછો છોડવો હવે સરળ રહેશે નહીં. તે વિશ્વનો એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે, જેણે કેપ્ટનના રૂપમાં આંતરરાષ્ટય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે.આંતરરાષ્ટય ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે શ્રીલંકા સામે પ્રથમ વનડેમાં ત્રણ સિક્સ ફટકારી આ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે આંતરરાષ્ટય ક્રિકેટમાં કેપ્ટન તરીકે ૧૨૪ મેચ રમી છે. તેમાં તેના નામે ૨૩૪ સિક્સ થઈ ગઈ છે. વાત મોર્ગનની કરીએ તો તેણે ઈંગ્લેન્ડ માટે ૧૯૮ મેચમાં કમાન સંભાળતા ૨૩૩ સિક્સ ફટકારી હતી.જા રોહિત શર્મા અને ઈયોન મોર્ગન બાદ વાત કરીએ તો અહીં ભારતના એમએસ ધોની હાજર છે. તેણે ૩૩૨ આંતરરાષ્ટય મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેના બેટમાંથી ૨૧૧ સિક્સર આવી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટંગની વાત કરીએ તો તેણે પોતાના કરિયર દરમિયાન ૩૨૪ મેચમાં કેપ્ટનશિપ કરતા ૧૭૧ સિક્સર ફટકારી છે. એટલે કે, જા આ તમામ કેપ્ટનની વાત કરીએ તો, રોહિત શર્માએ માત્ર સૌથી વધુ સિક્સર જ નથી ફટકારી પરંતુ તે તમામ કરતા ઓછી મેચ પણ રમી છે. એટલે કે આ બાબતમાં પણ રોહિત શર્મા માટે આ એક મોટી ઉપલબ્ધ છે.રોહિતના કરિયરની વાત કરીએ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૫૯ મેચ રમી કુલ ૮૪ સિક્સ ફટકારી છે. તો ટી૨૦ આંતરરાષ્ટયમાં હિટમેને ૧૫૯ મુકાબલામાં ૨૦૫ સિક્સ ફટકારી છે. વનડે મેચમાં રોહિત શર્માએ ૨૬૨ મેચમાં ૩૨૩ સિક્સ ફટકારી છે. આ સિક્સ તેની ખેલાડી તરીકે છે કેપ્ટન તરીકે નહીં. રોહિતે ટી૨૦ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તે હવે માત્ર વનડે અને ટેસ્ટમાં રમતો જાવા મળશે.