ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ૪૩ વર્ષની ઉંમરે પહેલીવાર મિક્સ ડબલ્સમાં નંબર ૧ રેન્કિંગ પર પહોંચ્યો છે, જે આવું કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. હવે તેણે પોતાની ભવ્ય કારકિર્દીને અલવિદા કહી દીધું છે, અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ દ્વારા આ જાહેરાત કરી છે.રોહન બોપન્નાએ એકસ પર પોસ્ટ કરીને લખ્યું, “તમે એવી વસ્તુને કેવી રીતે અલવિદા કહો છો જેણે તમારા જીવનને અર્થ આપ્યો? પરંતુ ૨૦ અદ્ભુત વર્ષો પછી, સમય આવી ગયો છે. આ લખતા, મારું હૃદય ભારે અને કૃતજ્ઞ બંને લાગે છે. ભારતના કુર્ગના એક નાના શહેરથી મારી સફર શરૂ કરવી, મારી સર્વને મજબૂત કરવા માટે લાકડા કાપવા, સ્ટેમિના બનાવવા માટે કોફીના બગીચાઓમાંથી દોડવું અને તૂટેલા કોર્ટ પર મારા સપનાનો પીછો કરવો એ બધું અવાસ્તવિક લાગે છે.”રોહન બોપન્નાએ કહ્યું, “ટેનિસ મારા માટે ક્્યારેય માત્ર એક રમત રહી નથી. જ્યારે દુનિયા મારા પર શંકા કરતી હતી ત્યારે તેણે મને આત્મવિશ્વાસ આપ્યો. મારા માતાપિતા મારા હીરો રહ્યા છે. તેઓએ મને બધું જ આપ્યું છે. મારી બહેન, રશીમ, હંમેશા મારા માટે રહી છે. તેણીએ દરેક મુશ્કેલીમાં મને પ્રોત્સાહન આપ્યું છે.” મારી સાથે ઉભા રહેવા બદલ મારા પરિવારનો આભાર. પોતાના પરિવાર ઉપરાંત, બોપન્નાએ દરેક કોચ, પાર્ટનર, ટ્રેનર, ફિઝિયો, મારી ટીમ અને મારા મિત્રોનો આભાર માન્યો. મારા સાથી ખેલાડીઓનો આદર, હરીફાઈ અને મિત્રતા માટે આભાર. છેલ્લે, મારા ચાહકો માટે, તમારો પ્રેમ મારા માટે ઉર્જાનો †ોત રહ્યો છે. જ્યારે હું જીતી ગયો ત્યારે તમે મને ઉજવ્યો અને જ્યારે હું પડી ગયો ત્યારે મારી સાથે ઉભા રહ્યા.રોહન બોપન્નાએ તેના શાનદાર કારકિર્દીમાં ફક્ત બે ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીત્યા. તેણે ૨૦૧૭ માં ગેબ્રિયલ ડાબ્રોવસ્કી સાથે ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું. ત્યારબાદ   તેણે મેથ્યુ એબડેન સાથે ૨૦૨૪ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીત્યું. આ સાથે, બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (ઓપન એરા) જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરુષ ખેલાડી બન્યો.