સાવરકુંડલાની મંગલમ સોસાયટીમાં  રોડનું કામ નબળું કરતા હોવાનું કહી સુપરવાઇઝરને બે શખ્સો દ્વારા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવતા સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાવરકુંડલાના જેસર રોડ પર મંગલમ સોસાયટીમાં પાલિકા હસ્તકના રોડ બનાવવાનું કામ ચાલતું હોય, જેના સુપરવાઈઝર તરીકે ગીરીશભાઇ વિષ્ણુસ્વામી ત્યાં હાજર હતા ત્યારે દુર્લભજીભાઇ જીયાણી તથા જયસુખભાઇ નામના શખ્સોએ આ કામના સ્થળે જઇ સુપરવાઇઝરને રોડનું કામ નબળું કરો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની તથા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે સુપરવાઇઝર ગીરીશભાઇએ બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ
ધરી હતી.