રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ દ્વારા તાજેતરમાં યોજાયેલા “આનંદ અર્પણ” એવોર્ડ સમારંભમાં રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરને ૨૧ થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ક્લબને “બેસ્ટ કલબ” અને “બેસ્ટ પ્રેસિડેન્ટ” (રોટે. ડો. મનિષ વાકોતર) સહિત અનેક શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ક્લબના સભ્યો રોટે. દેવદત્ત જાની, રોટે. પિયુષ અજમેરા, રોટે. અંબરીશ રાજ્યગુરૂ, રોટે. ધવલ ઠાકર અને રોટે. પ્રતીક સંઘરાજકાને પણ તેમના સરાહનીય યોગદાન બદલ વ્યક્તિગત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમારંભ વડોદરા ખાતે યોજાયો હતો અને તેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે, વૈશાલી દવે અને રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ ના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર સમાજસેવાના ક્ષેત્રમાં અગ્રણી રહી છે અને બાળ અપહરણ કેન્દ્ર, કેન્સર ચેકઅપ કેમ્પ, મેડિકલ સાધનોનું દાન, સુદામાની જોળી અને ઓક્સિજન બેંક જેવી અનેક ઉમદા કાર્યો કરે છે.