રાષ્ટ્રીય ડાક્ટર્સ ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે, રોટરી ક્લબ ઓફ અમરેલી ગિર દ્વારા શહેરના પ્રતિષ્ઠિત તબીબો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ક્લબના સભ્યો દ્વારા તેમની ઓફિસ ખાતે રૂબરૂ જઈને પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપીને આત્મીય અભિવાદન પાઠવવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમરેલી ગિરના પ્રમુખ રોટેરિયન ત્રિલોક ભટ્ટ, સેક્રેટરી રોટેરિયન નિરવ ઝીંઝુવાડિયા સહિત ક્લબના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ દ્વારા ડાક્ટરોના આરોગ્યક્ષેત્રમાં કરેલા બેમિસાલ યોગદાન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના નાણાકીય માર્ગદર્શન બદલ આ આત્મીય અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. રોટરીની આ માનવીય પહેલને વિવિધ ડાક્ટરો અને CA દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેમના દ્વારા રોટરીના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.








































