રોટરી કલબ ઓફ અમરેલી (ગીર) દ્વારા તા. ૭ ને શનિવારના રોજ અમરેલીમાં દેવ ડાયગ્નોસ્ટિક હોસ્પિટલ માણેકપરા ખાતે બાળકો માટે નિઃશુલ્ક હાર્ટ કેમ્પ યોજવામાં આવનાર છે. સવારે ૯ થી બપોરે ૧૧ વાગ્યા સુધી આ કેમ્પ શરૂ રહેશે. આ કેમ્પમાં અમદાવાદના ડો. વિશાલ ચાંગલા તેમજ અમરેલીના ડો. દેવ ચૌહાણ દ્વારા બાળકોને વિનામૂલ્યે તપાસણી કરી જરૂરિયાત મુજબ ઇકો કાડિયોગ્રામ કરી આપવામાં આવશે. ઉપરાંત હૃદયમાં કાણું હોય તેવા બાળકોને એબોટ કંપનીના આર્થિક સહયોગથી વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ અને તેમની ટીમ, રોટરી ક્લબ ઓફ અમરેલી (ગીર)ના પ્રોજેક્ટ ચેર ડો.ભાવેશભાઈ મહેતા, રોટે. અંબરીશભાઈ રાજ્યગુરૂ, પ્રેસિડેન્ટ દેવદત્ત જાની, સેક્રેટરી પ્રતીક સંઘરાજકા, રોટે. ભાવિન અડાલજા, રોટે. સંજય પંડ્યા, રોટે. વિપુલ કાનાબાર તેમજ શ્રેયસ શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કેમ્પનો જિલ્લાના બાળકો વઘારેમાં વધારે લાભ લે તેવો અનુરોધ કરાયો છે તેમ ક્લબના પબ્લિક ઇમેજ ચેર નીરવ ઝીંઝુવાડિયાની યાદીમાં જણાવાયું છે.