રોટરી ક્લબ ઓફ અમરેલી (ગીર) દ્વારા બોલવામાં ખામી, ઓટીઝમ તથા અલ્પવિકસિત વિકાસ માટેનો ઓનલાઇન કાઉન્સેલીંગ તથા વેબિનાર યોજાયો હતો. જેમાં ૪ર બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં અમરેલી તથા રાજકોટના વિદ્યાર્થીઓ તથા બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ વેબિનારમાં વિદ્યાર્થીઓ અને બાળકોમાં ડિસ્લેકીશ્યા, મનોરોગ જેવી તકલીફનું નિદાન થયું હતું. રોટરી ક્લબ ઓફ અમરેલી તરફથી સેવા આપનાર ડોક્ટરનું સન્માન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રો. દેવદત જાની, રો. પ્રતિક સંઘરાજકા, રો. ચંદ્રેશ ઝીંઝુવાડીયા, રો. પંકજભાઇ ત્રિવેદી, રો. અંબરીશ રાજ્યગુરૂએ જહેમત ઉઠાવી હતી. હવેથી દર મહિને આ પ્રકારનો ઓનલાઇન વેબિનાર યોજાશે.