રોટરી કલબ અમરેલી ગીરનો ૬ઠ્ઠો પદગ્રહણ સમારંભ યોજાતા તેમાં ગર્વનર રોટેરીયન તુષાર શાહ દ્વારા પ્રેસીડેન્ટ તરીકે ડો. મનીષ વાકોત્તર અને સેક્રેટરી તરીકે સુરેશ ત્રિવેદીને તથા બોર્ડ મેમ્બરને શપથ લેવડાવાયા હતા. આ પ્રસંગે ડિસ્ટ્રકટ સેક્રેટરી ચીરાગ ત્રિવેદી, ગર્વનર જીતેન્દ્ર માંડલીક, વેપારી મહામંડળ, ટાવર ચોક વેપારી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ લાયન્સ કલબના મેમ્બર્સ હાજર રહ્યા હતા. રોટરી ડિસ્ટ્રીકટમાં રોટરીકલબ ઓફ અમરેલી ગીરના દત્તક જાનીને આસી. ગર્વનર, પ્રતિક સંઘરાજકાને ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ રીટેન્શન ચેર પાસ્ટ પ્રેસીડેન્ટ પીયુષ અજમેરાને કલસ્ટર વન કો.ઓર્ડીનેટર ફોર આર્ટીફીશીયલ લીવ્સ, ધવલ ઠાકરને કલસ્ટર વન કો.ઓર્ડીનેટર આનંદગ્રામ સહિતની જવાબદારી સોંપવામાં આવી હતી.