વલસાડ જિલ્લામાં હજુ પણ અંધશ્રધ્ધાના નામે દિકરીઓ સાથે અત્યાચાર બંધ થઈ રહ્યા નથી ત્યારે વલસાડ જિલ્લાના એક ગામની બિમાર ૧૪ વર્ષીય સગીરાને સાજી કરવા માતા-પિતા કપરાડાના ભુવા પાસે લઈ ગયા, પરંતુ ભુવાએ એકલતાનો લાભ લઈ ૧૪ વર્ષની સગીરાને આસરોણા ડુંગર પર લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું સમગ્ર ઘટનાની જાણ કપરાડા પોલીસને થતા ભુવાની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ.વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામની ૧૪ વર્ષની સગીરા છેલ્લા એક મહિનાથી બિમાર રહેતા માતા-પિતા દ્વારા અંધશ્રધ્ધાના કારણે અલગ-અલગ મંદિરો-દરગાહ પર લઈ જઈ પ્રાર્થના કરવામાં આવી રહી હતીદ્બ પરંતુ સગીરા સાજી થઈ ન હતી જેથી માતા-પિતા કંટાળીને પોતાના સગાને પુછતા કપરાડા તાલુક ખાતે આસરોણા ગામ ખાતે રહેતા ભુવના ઘરે લઈ ગયા હતા.ભુવના ઘરે જ્યાં ભુવા દ્રારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે દીકરીને સાઝી કરવા માટે તમારે ૩ દિવસ સુધી અહીંયા મારા ઘરે રોકાવા પડશે. જેથી ૧૪ વર્ષીય દીકરી અને તેના માતા પિતા ભુવના ઘરે રોકાયા હતા. તે દરમિયાન ભુવા દ્રારા સગીરના એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. સગીરા દ્રારા આ સમગ્ર મામલે ૧૮૧ અભયમની ટીમને જાણ કરવામાં આવતા અભયમની ટીમ તાત્કાલિક દિકરીનો સંપર્ક કરી ભુવાની ધરપકડ કરી હતી.પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીનું નામ છે શંકરભાઈ તડવી..શંકરભાઇ તડવી કપરાડા તાલુકાના આસરોણા ગામ ખાતે રહે છે અને આસરોણા ગામ તથા આજુ બાજુના ગામ ખાતે ભગત ભુવા તરીખે પ્રસિદ્ધ હોવાથી આસપાસના લોકો શંકરભાઈ ત્યાં અલગ અલગ સમસ્યાઓ લઈ આવતા હતા. શંકરભાઈ ભુવા અંગે પારડી તાલુકાના પરિવાર ને સગા દ્રારા જાણ થતાં પોતાની ૧૪ વર્ષની બીમાર દીકરીને સારવાર માટે ભુવાના ત્યાં લઈ ગયા હતા. જે દરમિયાન શંકરભાઈ ભુવાએ પરિવારને પોતાના ઘરે ત્રણ દિવસ સુધી રોકાયાને દેવોને પ્રાર્થના કરવા જણાવ્યું હતું.જે દરમિયાન આ ભુવા દ્રારા દિકીરીની એક્લતાનો લાભ લઈ અલગ-અલગ વિસ્તારમાં લઈ જઈ આસરોણા ડુંગર વિસ્તારમાં દુષ્કર્મ કર્યું હતું દીકરી જયારે પરત આવી ત્યારે ૧૮૧ અભયમની ટીમને કોલ કર્યો હતો.અભયમની ટીમે પુછપરછ કરતાં દીકરીની માતાએ આસરોણાના શંકરભાઈ તડવીનું નામ આપતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અભયમની ટીમે પોલીસને જાણ કરતાં કપરાડા પોલીસે શંકર તડવી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી.વલસાડ જિલ્લાના અંતળિયાળમાં હજુ પણ અંધશ્રદ્ધાના નામે નિદોર્ષ સાથે અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે સમાજ દ્રારા આ સમગ્ર મામલે જાગૃતા લાવી આવી અંધશ્રધ્ધા રોકી કોઈ નિર્દોષ નો આવા અત્યાચારનો ભોગ ન બને એ જરૂરી બન્યું છે.