રાજકોટમાં આજી ડેમથી નજીક રામવનથી આગળ રેવન્યુ બાબતોના નિષ્ણાંત રમણિકભાઈ કોટડીયાની વાડીમાં નહિ નફો નહિ નુકસાનના ધોરણે નોર્મલ ફી સાથે ‘તમે જ તમારા વકીલ બનો’ કેમ્પનું આયોજન રાખવામાં આવે છે. આ પાંચમો તાલીમ કેમ્પ તા.૧૪ અને ૧૫ જૂનના યોજાયો હતો, જેમાં અંદાંજે ૫૦ની સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. આ ખેડૂતો સુરત, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાંથી આવ્યા હતા. બે ખેડૂતોએ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મુંબઈથી પણ રમણિકભાઈના યુ-ટ્યુબ વીડિયો સાંભળી, રજીસ્ટ્રેશન કરાવી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમાં નિવૃત્ત અધિકારીઓ એવા ખેડૂતપુત્રોએ લાભ લીધો. આ કેમ્પમાં વિસ્તૃત કાયદાકીય બાબતોનું તટસ્થપણે અને પોઝિટીવ માર્ગદર્શન આપ્યું હતું.