રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે રેલવેથી ઇકોનોમીમાં સુધાર સંભવ છે પરંતુ ઇકોનોમીમાં રેલવેની ભાગીદારી હોય, તે પહેલા રેલવેમાં સુધારની જરૂરિયાત છે. રેલવેમાં ઇકોનોમીને વેગ આપવાની પૂરી તાકત છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રેલવે સ્ટેશનો પર મુસાફરોને બધી સુવિધાઓ મળે એ સરકારની પહેલી પ્રાથમિકતા છે. શહેરના હિસાબે રેલવે સ્ટેશનોને બનાવવાની જરૂરિયાત છે. જ્યારે રેલવે સ્ટેશન રિજનલ કલ્ચર સાથે જોડાઈને બનશે તો વધારે સારા હશે.
તેમણે કહ્યું કે લગભગ ૪૦ રેલવે સ્ટેશનોની ડિઝાઇન બનીને તૈયાર છે. જે આગામી દિવસોમાં જોવા મળશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અમને કહ્યું છે કે આ રીતે રેલવે સ્ટેશનોનો વિસ્તાર થવો જોઈએ. જે આગામી ૫૦ વર્ષ માટે હોય. જોકે તેમણે કહ્યું કે આગામી ૨-૩ વર્ષોમાં ૨૫૦થી ૩૦૦ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવાનો છે. સરકારી કંપનીઓના ખાનગીકરણના સવાલ પર રેલ મંત્રીએ કહ્યું કે રેલવેને પ્રાઇવેટ હાથોમાં સોંપવાનો સવાલ ઊઠતો નથી. રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીં કરવામાં આવે.
તેમણે કહ્યું કે દુનિયાભરમાં રેલવે સરકાર ચલાવે છે અને અહીં પણ સરકાર જ ચલાવશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે રેલ મંત્રીઓને મુસાફરી દરમિયાન કોઈ પરેશાની ન થાય સરકારની આ જ પહેલી પ્રાથમિકતા છે. આ અનુસંધાને સરકારે ગત વર્ષોમાં ઘણા પગલાં ઉઠાવ્યા છે. અશ્વિની વૈષ્ણવનું કહેવું માનીએ તો તેમને ત્રણ મંત્રાલય મળ્યા છે અને તેઓ પોતાનું બેસ્ટ અપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાનો આ એક શાનદાર અનુભવ છે. તેમને દરેક મંત્રાલય બાબતે સારી રીતે જોણકારી છે. તેઓ દરેક મંત્રાલય બાબતે સૂક્ષ્મતા પર ધ્યાન કરે છે. વિકાસને લઈને તેમનું અલગ વિઝન છે.
તેમણે કહ્યું કે એવો અનુમાન છે કે વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૩૦ વચ્ચે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૫૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે મુસાફરોને સારી સેવા આપવાના ઉદ્દેશ્યથી સિલેક્ટેડ રુટ પર પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે મોડર્ન રેકને સામેલ કરવા માટે પીપીપી મોડનો ઉપયોગ કરવાનો પણ પ્રસ્તાવ છે. સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે આજની તારીખમાં દરેક સુધી સરળતાથી સોશિયલ મીડિયાની પહોંચ છે. કેટલાક લોકો તેનો ખોટો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે પરંતુ તેના પર નિયંત્રણ જરૂરી છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે.