રેલ્વે મુસાફરો હવે એસી કોચમાં મુસાફરી દરમિયાન વધુ સારી સુવિધાનો આનંદ માણશે, કારણ કે ભારતીય રેલવેએ કવર સાથે ધાબળા પણ આપવાની યોજના શરૂ કરી છે. રેલવે મંત્રીએ ગુરુવારે આ જાહેરાત કરી. રેલવે મંત્રી અશ્વિનની વૈષ્ણવે જયપુરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પહેલ શરૂ કરી. આ નવી સુવિધાનો હેતુ મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન વધુ આરામ અને સલામતી પૂરી પાડવાનો છે. આ પહેલ રેલ્વે મુસાફરોની સેવા સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. મુસાફરો લાંબા સમયથી ધાબળા અને તેમની સ્વચ્છતા અંગે ફરિયાદ કરી રહ્યા છે. રેલ્વેએ હવે આ બાબતને ધ્યાનમાં લઈને આ પહેલ કરી છે.

રેલ્વે મંત્રી અશ્વિનની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આપણી રેલ્વે સિસ્ટમમાં વર્ષોથી ધાબળાનો ઉપયોગ થાય છે, પરંતુ આપણા મુસાફરોને હંમેશા ધાબળા વિશે કેટલીક શંકાઓ રહી છે. આ શંકાને દૂર કરવા માટે, આજે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છેઃ  ધાબળા કવરનો પરિચય. જેમ આપણે ઘરે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ, તેમ આપણે હંમેશા ધાબળા કવર રાખીએ છીએ. તેથી, જયપુરમાં એક ટ્રેનમાં આજે ધાબળા કવર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.રેલ્વે મંત્રીએ કહ્યું કે આ પ્રયોગ સફળ થયા પછી તેને સમગ્ર દેશમાં વિસ્તૃત કરવા માટે ખૂબ કાળજી લેવામાં આવી છે. આ એક સારી શરૂઆત છે. પરિણામો અને અનુભવના આધારે, વધુ અમલીકરણ હાથ ધરવામાં આવશે. રેલ્વે મંત્રીએ રાજસ્થાનના ખાટીપુરા જયપુર રેલ્વે સ્ટેશન પર જયપુર-અસારવા ટ્રેન સેવાના એર-કÂન્ડશન્ડ કોચમાં ધાબળા કવર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, તેમણે જણાવ્યું કે નાના સ્ટેશનો પર સુવિધાઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મની ઊંચાઈ, લંબાઈ અને પ્લેટફોર્મ કવર બનાવવામાં આવ્યા છે. મુસાફરોની માહિતી માટે સાઇનબોર્ડ લગાવવામાં આવી રહ્યા છે.