રેલવે અને જળશક્તિ મંત્રાલયના મંત્રી વી. સોમન્ના હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે એકતા નગરના ગ્રીન રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી હતી. ઉપરાંત તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.મંત્રી વી. સોમન્નાએ જણાવ્યું કે, છેલ્લા ૧૧ વર્ષોમાં ભારતીય રેલવે પ્રગતિના પથ પર આગળ વધ્યું છે. વર્ષ ૨૦૧૪ પછીથી રેલવે માત્ર મુસાફરીનું સાધન નથી રહ્યું, પરંતુ દેશના આર્થિક તથા સામાજિક વિકાસનો શક્તિશાળી સ્તંભ બન્યું છે. રેલવે લાઈનના વિસ્તાર, ઈલેક્ટ્રીકફીકેશન, સ્ટેશન, અપગ્રેડેશન, નવા ટ્રેક, હાઈ સ્પીડ કોરિડોર અને સુરક્ષિત મુસાફરી જેવા ક્ષેત્રોમાં ગુણાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.સોમન્નાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ એકતાનગર, વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં રેલવે સુવિધાઓ આધુનિક સ્તરે પહોંચી છે. વડાપ્રધાનના “વિકસિત ભારત ૨૦૪૭” ના વિઝનમાં રેલવેની ભૂમિકા અત્યંત મહત્વની છે. એકતાનગર સ્ટેશન સંપૂર્ણ ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેક્નોલોજીથી સંચાલિત છે. દરેક સ્ટેશન પર સ્વચ્છતા, સોલાર એનર્જી, ડિજિટલ ઇન્ડિકેટર્સ, લિફ્ટ, એસ્કેલેટર અને સ્માર્ટ ટિકિટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.ભારતના પરિવહન ઈતિહાસમાં મહત્વનો માઈલસ્ટોન સાબિત થનારી બુલેટ ટ્રેન યોજના અંગે તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને આગામી થોડાક મહિનાઓમાં તેની પ્રારંભિક કામગીરી શરૂ થવાની શક્્યતા છે. બુલેટ ટ્રેન ભારતના ગૌરવનું પ્રતીક બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડલ બન્યું છે. રેલવે ક્ષેત્રમાં પણ ગુજરાતે બતાવ્યું છે કે યોગ્ય વિઝન, સંકલ્પ અને કાર્યશક્તિથી વિશ્વને ચેલેન્જ આપી શકાય છે. રેલ્વે મિનિસ્ટર વી. સોમન્ના એ એકતા નગર રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી સાથે એમને અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન થોડા જ મહિનાઓમાં શરૂ થશે તે વિશે વાત કરી.બુલેટ ટ્રેન ક્યારે ચાલુ થશે તે બાબતે કહ્યું કે, એતો મોટા સાહેબ એટલે મોદી સાહેબ જાણે ગુજરાત રાજ્ય દેશમાં મોડેલ તરીકે પ્રખ્યાત થયું છે. દિવાળી સમયમાં પ્રવાસીઓની જેમ જરૂરિયાત હશે તે પ્રમાણે નવી ટ્રેનો મુકવામાં આવશે. વડોદરાથી રતલામ સુધી ૨૫૯ કિલોમીટરના નવા ટ્રેકની મંજૂરી મળી છે. અમદાવાદ અને સાબરમતી રેલ્વે સ્ટેશનનું કામ પુર જાશમાં ચાલી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિકાસ ખૂબ થયો છે. ભારતીય રેલ્વેનું બજેટ પણ વધુ થયું છે ભારતીય રેલ થકી વિકાસ થઈ રહ્યો છે. વિશ્વના દેશોને ચેલેજ કરીએ છીએ જેમાં ગુજરાત રાજ્ય મોડેલ બન્યું છે.










































