બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના મતક્ષેત્રમાં માર્ગના કામો પૂરજાશમાં શરૂ કરાવવામાં આવ્યા છે. જેમાં લાઠી તાલુકાના શેખપીપરીયાથી ચાવંડ સુધી રૂ.૭પ લાખના ખર્ચે માર્ગની રિકાર્પેટની કામગીરી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય ઠુંમરે જણાવ્યુ હતું કે, લાઠી-બાબરા-દામનગર પંથકના રસ્તાઓ રાજય સરકારમાંથી મંજૂર કરાવવામાં આવી રહ્યાં છે. મંજૂર થયેલા રસ્તાઓના કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તે માટે કોન્ટ્રાકટરોને તાકિદ કરવામાં આવી છે. આ તકે આંબાભાઈ કાકડીયા, મગનભાઈ ભાદાણી, સરપંચ અનસુયાબેન સહિત હાજર રહ્યાં હતા.