બાબરા તાલુકાના લુણકી – વાંડળીયાનો માર્ગ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આ માર્ગના નવીનિકરણ માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હતી. આ બન્ને ગામ વચ્ચેનો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. ત્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં આ માર્ગ માટે રૂ. ૬૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતાં આ માર્ગની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેથી હવે ગ્રામજનોની હાલાકીનો અંત આવશે. માર્ગના ખાતમુહૂર્ત પ્રંસંગે બન્ને ગામના સરપંચ સહિત કોંગી આગેવાનો હાજર રહ્યાં હતાં.