સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ કરી હથિયાર સાથે રૂ. પ૦ લાખની ખંડણીની માંગણી કરી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે અમદાવાદના સોલામાંથી ઝડપી પાડ્યો હતો.
આરોપી વિપુલ ઉર્ફે ભુવાજી બલદેવભાઇ રબારી (ઉ.વ. ૩૩) રહે. ચાંદખેડા, અમદાવાદ સામે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ આરોપીએ ભોગ બનનારને જે-તે સમયે અગ્નિશસ્ત્ર હથિયાર તથા છરી જેવા હથિયારો બતાવી રૂ. પ૦ લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ આરોપી નાસતો-ફરતો હતો. દરમિયાનમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ પી.બી. લક્કડ તથા તેમની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીને અમદાવાદના સોલા ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.