રૂહ અફઝા વિરુદ્ધના વીડિયો કેસમાં દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તેમણે કોર્ટમાં હાજર રહેવું પડશે. આ સાથે, કોર્ટે તેમની સામે અવમાનના નોટિસ જારી કરવાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે બાબા રામદેવે એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં લોકપ્રિય સ્ક્વોશ ડ્રિંક રૂહ અફઝા પર ‘શરબત જેહાદ’ ટિપ્પણી કરવામાં આવી હતી. આ કેસમાં છેલ્લી સુનાવણી દરમિયાન, બાબાને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ બાબા રામદેવ આજે કોર્ટમાં હાજર થયા ન હતા.
કોર્ટે રામદેવને એક સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં તેમને વચન આપવાનું કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં તેઓ હમદર્દ વિરુદ્ધ કોઈ વાંધાજનક નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ નહીં આપે. કોર્ટે તેમને આ માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. કેસની આગામી સુનાવણી ૧ મેના રોજ નક્કી કરવામાં આવી હતી. પરંતુ બાબા રામદેવ આજે પણ કોર્ટમાં હાજર થયા ન હતા.
૩ એપ્રિલના રોજ, બાબા રામદેવે પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે હમદર્દ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં, તેણે દાવો કર્યો હતો કે હમદર્દ તેની કમાણીમાંથી મસ્જીદો અને મદરેસા બનાવે છે. રામદેવે ‘શરબત જેહાદ’ શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે હમદર્દનું શરબત પીવાથી મસ્જીદો અને મદરેસાઓનું નિર્માણ થશે, જ્યારે પતંજલિનું શરબત ગુરુકુલ, આચાર્યકુલમ અને ભારતીય શિક્ષણ બોર્ડને પ્રોત્સાહન આપશે. તેમણે હમદર્દના શરબતને ‘લવ જેહાદ’ અને ‘વોટ જેહાદ’ સાથે જાડી દીધા. આ નિવેદનથી દુઃખી થઈને, હમદર્દે હાઈકોર્ટનો દરવાજા ખખડાવ્યો. રામદેવના નિવેદનોને સાંપ્રદાયિક અને વાંધાજનક માનીને કોર્ટે કડક વલણ અપનાવ્યું.
દિલ્હી હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેવા બદલ બાબા રામદેવને ઠપકો આપ્યો અને કહ્યું કે તેમને સુનાવણીમાં હાજર રહેવું પડશે. તમને જણાવી દઈએ કે છેલ્લી સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે રૂહ અફઝા પર પતંજલિ આયુર્વેદના સ્થાપકની ‘શરબત જેહાદ’ ટિપ્પણી “અસ્વીકાર્ય” છે. કોર્ટે તેને અંતરાત્મા માટે આઘાતજનક ગણાવ્યું હતું. રૂહ અફઝા ઉત્પાદક હમદર્દના કેસની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ અમિત બંસલે કહ્યું, “આનાથી કોર્ટના અંતરાત્માને આઘાત લાગ્યો છે. આ અસ્વીકાર્ય છે.