અમિતાભ બચ્ચને ગયા અઠવાડિયે પરિવાર સાથે દિવાળી મનાવી હતી. જા કે, તહેવારના દિવસે તેમના ઘરમાં છવાયેલી રહેલી નિરવ શાંતિથી બોલિવુડના મેગાસ્ટાર નિરાશ થયા છે. આમ તો, બિગ બીના ઘરે દર વર્ષે દિવાળી ધામધૂમથી ઉજવાય છે, તેઓ પરિવારના બાકીના સભ્યો સાથે ફટાકડા ફોડે છે અને તેની તસવીરો પણ શેર કરે છે. પરંતુ આ વખતે તેવુ કંઈ થયુ નહીં અને આ પાછળનું કારણ બિગ બીએ જણાવ્યું છે. બ્લોગમાં અમિતાભ બચ્ચને લખ્યું છે આનંદ, ગમત અને ભૂતકાળની મજા તહેવારના દિવસની ઉજવણી મિત્રો અને શુભચિંતકો જલસા પર આવ્યા પ્રકાશ અને તેજસ્વિતાની રાત આશા અને સમૃદ્ધિના દીપક…દિવાળીની રાતે એકદમ શાંતિ હતી. ફટાકડાનો ભાગ્યે જ અથવા સહેજપણ અવાજ નહોતો. તેનું કારણ ભારતની સરકારના નિયમોનું પાલન કરવાનું હતું. પરંતુ એક વિચિત્ર શાંતિ હતી. પરિવારના સભ્યોથી રૂમ ભરેલો હતો અને દરેક વ્યક્તિ તેમના મોબાઈલની દુનિયામાં વ્યસ્ત હતી. આગળ તેમણે ઉમેર્યું છે ‘રેપિડ કોમ્યુનિકેશને અમારી સાથે શું કર્યું. અમારી યાદોને નષ્ટ કરી દીધી. આજે તમામ સવાલના જવાબ નેટ પર ઉપલબ્ધ છે. જેના કારમે આપણને મોટાભાગની વાતો યાદ રહેતી નથી. તેના કારણે મગજની સામે આવનારા પડકારો વધી ગયા છે. દિવાળીના દિવસે અમિતાભ બચ્ચને પરિવાર સાથેની એક તસવીર શેર કરી હતી. જેમાં તેમના સિવાય જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, આરાધ્યા, શ્વેતા બચ્ચન, તેનો દીકરો અને દીકરી નવ્યા નવેલી નંદા તેમજ શ્વેતા બચ્ચનની નણંદ જાવા મળી હતી. આ સાથે લખ્યું હતું ‘પ્રાર્થના અને ઉજવણી એકસાથે. આ પાવન પર્વ પર, શુભકામના. દિવાળી મંગલમય રહે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, બિગ બી વિકાસ બહેલની ફિલ્મ ‘ગુડબાય’માં જાવા મળવાના છે. ઉપરાંત તેમની પાસે ‘ધ ઈન્ટર્ન’ ફિલ્મ પણ છે. આ સિવાય તેમની પાસે નાગરાજ મંજુલેની ‘જુંડ’, અજય દેવગણ સાથેની ‘મેડે’, રણબીર કપૂર તેમજ આલિયા ભટ્ટ સાથેની અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ પણ છે.