રૂબીના દિલાઈક આજકાલ કોઈ સિરિયલનો ભાગ નથી. આ દિવસોમાં તે કેમેરાની ઝગઝગાટથી દૂર રહીને પોતાનો બધો સમય દીકરીઓ અને પરિવારને આપી રહી છે. જો કે, તે તેના પોડકાસ્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે, પરંતુ હાલમાં તે કોઈપણ શોનો ભાગ નથી. રૂબીનાએ ગયા વર્ષે નવેમ્બરમાં પોતાની જાડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો અને લાંબા સમય બાદ ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. જોકે હવે તેણે પોતાની દીકરીઓના ચહેરા ચાહકોને બતાવ્યા છે.
રૂબીના-અભિનવે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ચાહકો સાથે તેમની જોડિયા પુત્રીઓની એક ઝલક શેર કરી. હવે આ કપલનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૂબીના તેના પતિ અભિનવ અને જોડિયા દીકરીઓ એધા અને જીવા સાથે ગોલ્ડન ટેમ્પલ પાસે ઉભેલી જોઈ શકાય છે.
રૂબીના-અભિનવ અને તેમની બંને પુત્રીઓની આ તસવીર એક ફેન્સ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં તેઓ તેમના પરિવાર સાથે સુવર્ણ મંદિરની નજીક જોઈ શકાય છે. અભિનવે એક દીકરીને ખોળામાં લીધી છે તો બીજી દીકરીને રુબીનાએ પોતાના ખોળામાં લીધી છે. ફોટામાં, રૂબીના અને અભિનવની એક પુત્રી તેના પિતાની નકલ કરતી અને તેને નાના હાથ વડે સલામ કરતી જોઈ શકાય છે, જ્યારે બીજી થોડી આશ્ચર્યજનક દેખાઈ રહી છે.
રૂબીના-અભિનવના ફેમિલીનો આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સે પણ કપલના ફેમિલી ફોટો પર પ્રતિક્રિયા આપી અને એધા અને જીવા પર પ્રેમ વરસાવ્યો અને તેને એક સુંદર પરિવાર ગણાવ્યો. તમને જણાવી દઈએ કે, નવરાત્રીના પહેલા જ દિવસે રૂબીના-અભિનવે પોતાની જોડિયા દીકરીઓના ચહેરા દુનિયાને બતાવ્યા હતા. આ દંપતીએ તેમની દીકરીઓને આ દુનિયામાં આવકાર્યાના લગભગ ૧૧ મહિના પછી ચાહકોને તેમની એક ઝલક બતાવી, જેનાથી તેમના ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા.
રૂબીના દિલાઈકે ૨૦૧૮માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રૂબીના અને અભિનવ રિયાલિટી શો બિગ બોસની ૧૪મી સિઝનમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ પોતાના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. રૂબીના અને અભિનવે શો દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેમનો સંબંધ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો અને તૂટવાની અણી પર હતો. પોતાના સંબંધોને બચાવવા માટે બંનેએ એકબીજાને ૬ મહિનાનો સમય આપ્યો હતો. આટલું જ નહીં પોતાના સંબંધોને સમય આપવાની ઈચ્છા સાથે બંનેએ બિગ બોસના ઘરમાં પણ એન્ટ્રી કરી હતી. જેનું પરિણામ એ આવ્યું કે આ દંપતી આજે પણ સાથે છે અને હવે જોડિયા દીકરીઓના માતા-પિતા છે.