સિંહ વસ્તી અંદાજ ૨૦૨૫ સંદર્ભે, લાયન કન્ઝર્વેશનના ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ રાજુલા નજીકના બ્રુહ્‌દગીર વિસ્તારની મુલાકાત લીધી હતી. વનવિભાગના આરએફઓ વેગડા અને પૂર્વ લાયન કન્ઝર્વેશન સોસાયટીના વિપુલભાઈ લહેરીએ તેમને આ વિસ્તારની માહિતી આપી હતી. પરિમલ નથવાણીને સિંહબાળનો ફોટોગ્રાફ ભેટ અપાયો હતો. આ વિસ્તારથી પરિમણ નથવાણી ખૂબ પ્રભાવિત થયા હતા.