રીબડા ગામે ૨૪ જુલાઈ, ૨૦૨૫ની રાત્રે થયેલા સનસનાટીભર્યા ફાયરિંગ કેસમાં ગોંડલ તાલુકા પોલીસે મોટી સફળતા મેળવી છે. આરોપી હાર્દિક સિંહ જાડેજા હાલમાં પોલીસના સકંજામાં છે.રાજદીપ સિંહ અને પિન્ટુએ ખટડી પર ગોળીબાર કરવાની યોજના બનાવી હતી, પરંતુ બંને યોજનાઓ નિષ્ફળ ગઈ અને તેણે પેટ્રોલ પંપ પર ગોળીબાર કર્યો. ૭ વર્ષ પહેલા બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઝઘડા બાદ હાર્દિક સિંહને માર મારવામાં આવ્યો હતો. રાજદીપ અને પિન્ટુ આ ઝઘડામાં સામેલ હોવાની શંકા હતી, અને તેમની દુશ્મનાવટને કારણે તેમણે ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું છે.આ કેસનો મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે હથિયારો સાચવનાર અને ફાયરિંગ માટે હથિયારો પૂરા પાડનાર વકીલ રવિ ગમારાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ રાજકોટના ગુનાખોરી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ૨૪ જુલાઈની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ફાયરિંગના કારણે આજુબાજુના વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. ગોંડલ પોલીસે તાત્કાલિક આ ઘટનાની તપાસ શરૂ કરી હતી, અને સ્ટેટ મોનિટરિંગ સેલની મદદથી આ કેસના મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીથી ઝડપી લેવામાં આવ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાને કોચીથી ઝડપી લીધા બાદ તેને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ગોંડલ તાલુકા પોલીસે તેનો કબજા લઈને આગળની તપાસ હાથ ધરી. પોલીસની પૂછપરછ દરમિયાન હાર્દિકસિંહે આ ફાયરિંગની ઘટના પાછળનું કાવતરું અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની માહિતી આપી. આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો કે આ ફાયરિંગ માટે હથિયારો વકીલ રવિ ગમારા દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.







































