રાજકોટ જિલ્લા એસપી બલરામ મીણાની સૂચનાથી રૂરલ એલસીબીનો સ્ટાફ ગોંડલ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, રીબડા ગામે સીમ વિસ્તા૨માં આવેલી મગન લાખા પીપળીયાની વાડીમાં મોટા પાયે જુગાર ક્લબ ચાલી રહી છે. આથી બાતમીના આધારે રૂ૨લ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા સ્થળ પ૨ ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હાર-જીતનો જુગા૨ ૨મતા વાડી માલિક મગન પટેલ સહિત ૮ શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૩,૭૯,૫૦૦ની રોકડ રકમ, ૮ મોબાઈલ ફોન, ૪ બાઈક, પાથ૨ણું, ગંજીપાના મળી કુલ રૂ.૫,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.