રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટની આત્મહત્યાના દિવસો વિતતા જાય છે અને પરિવાજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આ બધાની વચ્ચે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રીબડા ખાતે પરિવારજનોને મળ્યા હતા અને પરિવારને આશ્વાસન આપ્યું હતું. ગીતાબા જાડેજાની સાથે મોટી સંખ્યામાં ગોંડલ પંથકના મહિલાઓ પણ જોડાયા હતા. ગીતાબા જાડેજા પરિવારજનોને મળ્યા ત્યારે આક્રંદ છવાયું હતું .જે સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી તેને ધારાસભ્યએ આશ્વાસન આપ્યું હતું.
પરિવારજનો સાથે મુલાકાત બાદ ગીતાબા જાડેજાએ કહ્યું હતું કે સ્વર્ગસ્થ અમિતભાઇ ખૂંટના પરિવારજનોને મળી છું. પરમ કૃપાળુ પરમાત્મા આત્માને શાંતિ આપે અને પરિવાજનોને આ દુઃખ સહન કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે.
રીબડાનો યુવાન અમિત ખૂંટ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર હતો.વિધાનસભાની ચૂંટણી વખતથી અમિત ખૂંટ જયરાજસિંહનું સમર્થન કરી રહ્યો હતો અને રીબડાના અનિરુદ્ઘસિંહ જાડેજાનો વિરોધ કરી રહ્યો હતો. અમિતના પરિવારજનોએ
અમિત સાથે રીબડાના જ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ જાડેજાએ હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.