અમરેલી જિલ્લામાં ઠંડીની શરૂઆત થવાની સાથે જ કસાઈ- સક્રિય થયા છે અને ગૌવંશની હત્યા બાદ માંસની હેરાફેરી કરવા લાગ્યા છે. આ દરમિયાન કરકર ધાર પાસે ભાર રીક્ષા પલટી જતાં ગૌવંશની હત્યા બાદ હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, બગોયા -ખોડીયાણા જવાના કાચા રસ્તે કરકર ધારની બાજુમાં આવેલા કાચા રસ્તેથી થ્રી વ્હીલ રીક્ષામાં પોતાનો આર્થિક ફાયદા મેળવવાના ઇરાદે બે ગૌવંશ વાછરડાને હથિયાર વડે ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારી કતલ કરી રીક્ષામાં ભરી હેરાફેરી કરી લઇ જતા હતા. આ સમયે રીક્ષા પલ્ટી ખાઈ જતા મૃત ગૌવંશ વાછરડાને કાપડના પોટકામાં વીંટાળેલી હાલતમાં જગ્યા પર મુકી નાસી છૂટ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયા વધુ તપાસ કરી રહ્યા છે.