મોટા લીલીયામાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતાં રાહુલભાઈ ફુલજીભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૨૮)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રાધેશ્યામ ચોકડી અમરેલીથી રીક્ષામાં બેસી અમરેલી નાગનાથ નાના બસ સ્ટેન્ડે આવતા હતા ત્યારે રસ્તામાં તેના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન પડી જતા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસ ચોપડે ફોનની કિંમત રૂપિયા ૪૦૦૦ જાહેર થઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. વી. લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.