સાવરકુંડલામાં એક પરિણીતા એક વર્ષથી રિસામણે આવી હતી. તેના પતિ તેડવા ન આવતાં માતાને લાગી આવ્યું હતું. જેથી એસિડ પી લી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. મનસુખભાઈ રાણાભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી મમતાબેન છેલ્લા એક વર્ષથી રિસામણે આવી હતી. તેનો પતિ તેને તેડવા આવતો નહોતો. જેથી મનમાં લાગી આવતાં તેમના પત્ની મનિષાબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.૪૯)એ ઘરે એસિડ પી લીધું હતું. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ હમીરભાઈ એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.