રાજુલામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. રિસાઈને ઘર છોડી જતા રહેલા સાસુને મનાવવા ગયેલી વહુ સાથે સાસુએ ઝઘડો કર્યો હતો. જેથી લાગી આવતાં ફિનાઈલ પીધું હતું. બનાવ અંગે કંચનબેન રાજુભાઈ સોલંકી (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, સાસુ કાંતુબેન થોડા સમય પહેલા પોતાના ઘરેથી રિસાઇને જતા રહ્યા હતા. ઘરે આવતા ન હોતા. તેઓ ખરીદી કરી રાજુલા ગામમાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે રેલવે સ્ટેશન પાસે પોતાના સાસુને જોઇ જતા તેમની પાસે ગયા હતા. જેથી તેમના સાસુને સમજાવ્યા કે રિસાઇને જતું ના રહેવાય, ઘરે પાછા આવી જાવ તેમ વાત કરતા તેમના સાસુને સારૂ નહોતું લાગ્યું અને ઝઘડો કરવા લાગ્યા હતા. તેમને ત્યાંથી જતા રહેવાનું કહેતા લાગી આવ્યું હતું. જેથી તેમણે રાજુલા ખાઉગલીની બાજુમાં શેરીમાં જઇ પોતે પોતાની મેળે ફિનાઇલની બોટલમાંથી બોટલનું ઢાંકણુ ખોલી એક ઘુંટડો ફિનાઇલ પી લીધું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.






































