(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૩
એક સમયે નવા અને જૂના અમદાવાદને જાડતાં સાબરમતી નદી પર બનેલા પુલ નાસીપાસ અને દુઃખી લોકો માટે જીવન ટૂંકાવવાના અંતિમ માર્ગ તરીકે કુખ્યાત બની ગયા હતા, તેને રોકવા માટે પુલની બન્ને તરફની દીવાલો પર લોખંડની જાળીઓ લગાવી દેવામાં આવી છે એટલે નદીમાં કુદી પડવાની ઘટનાઓમાં નિયંત્રણ આવ્યું છે, પરંતુ હવે શહેરના નજરાણા સમાન સાબરમતી રિવરફ્રન્ટનો વોક વેનો ઉપયોગ તનાવ, ચિંતા મુક્ત થઇ પરિવાર કે આત્મજનો સાથે વાતચીત કરી હળવા થવા માટે કરવાની સાથે કેટલાક લોકો નદીમાં ઝંપલાવી દેવા માટે કરી રહ્યા છે.
છેલ્લા પાંચ જ વર્ષમાં ૬૦૦થી વધુ લોકોએ આ વોક વે પરથી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધુ હોવાની વિગતો બહાર આવી છે. આમાં મોટાભાગના કિસ્સા સમી સાંજથી મોડી રાÂત્ર દરમિયાન બનતાં હોવાનુ પણ એક તારણ છે. તાજા આંકડા મુજબ પાંચ વર્ષમાં ૭૩૭ જેટલા આપઘાતના કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા, એમાંથી ૬૦૯ લોકોના જીવ બચાવી શકાયા નહતા. જ્યારે ૧૨૯ લોકોને બચાવી શકાયા હતા.અમદાવાદ મહાનગરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ૧૨ કિમી લાંબો બન્ને તરફ રિવરફ્રન્ટ અને લગભગ એટલો જ વોક વે બનાવાયો છે. જાકે, પાંચ વર્ષમાં આટ આટલી ઘટનાઓ બનવા છતાં અમદાવાદ મહાનગરપાલિકા કે ફાયરબ્રિગેડ કે પોલીસ તંત્ર દ્વારા તેના નિયંત્રણ માટે જાઇએ એટલાં પગલાં લેવાયા હોય એમ જણાતુ નથી. આટલા મોટા રિવરફ્રન્ટ પર ફાયર બ્રિગેડની એક જ રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમમાં આંગળીના વેઢે ગણી શકાય એટલો જ સ્ટાફ છે, તેમ કહી સૂત્રોએ જણાવ્યું છે કે, શહેરના નજરાણા સમાન રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગના એવા કેટલાક પોઈન્ટ આવેલા છે જ્યાંથી લોકો વધુ આસાનીથી પ્રવેશ કરી શકે છે અને કોઇની પણ નજરમાં આવ્યા વગર નદીમાં ઝંપલાવી લે છે. આના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવા જાઇએ તેમ આ સૂત્રો ભાર મુકી રહ્યા છે.