સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ indiaએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બે વ્યક્તિઓ પર જિયો-ફેસબુક ડીલ વિશે સ્ટોક એક્સચેન્જને સીધી માહિતી ન આપવા બદલ કુલ રૂ. ૩૦ લાખનો દંડ ફટકાર્યો છે. સેબીએ એક આદેશમાં કહ્યું છે કે જિયો-ફેસબુક ડીલની માહિતી સ્ટોક એક્સચેન્જાને સીધી માહિતી આપ્યા વિના અખબારમાં આપવામાં આવી હતી. તેને સેબીની જાગવાઈઓનું ઉલ્લંઘન ગણાવીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સાવિત્રી પારેખ અને કે સેતુરામન પર સંયુક્ત રીતે રૂ. ૩૦ લાખનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સેબીના આદેશ મુજબ, દંડની રકમ ૪૫ દિવસની અંદર જમા કરાવવાની રહેશે. જિયો પ્લેટફોર્મ્સમાં ૯.૯૯ ટકા હિસ્સો લેવા માટે રૂ. ૪૩,૫૭૪ કરોડના રોકાણના ફેસબુકના સોદા અંગેના સમાચાર ૨૪-૨૫ માર્ચ, ૨૦૨૦ના રોજ આવ્યા હતા, સેબીના નિર્ણાયક અધિકારી બર્નાલી મુખર્જીએ આદેશમાં જણાવ્યું હતું. પરંતુ સ્ટોક એક્સચેન્જને આ અંગે ૨૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ જાણ કરવામાં આવી હતી.