બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની બહેનપણીઓ સાથે પાર્ટી કરવા માટે જોણીતી છે. હાલમાં જ કરીના કપૂરની ખાસ બહેનપણી અને ફિલ્મ પ્રોડ્યુસર રિયા કપૂરે પોતાના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. રિયા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા અને ડિઝાઈનર મસાબા ગુપ્તા સામેલ થયા હતા. કરીના અને તેની ગર્લગેંગની મસ્તીભરી સાંજની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો શેર કર્યો છે. જેમાં રિયા કપૂર, મસાબા ગુપ્તા અને પૂનમ દામણિયા સોફામાં બેઠેલા છે અને કોઈ વાતે હસી રહ્યા છે. બીજો વિડીયોમાં કરિશ્મા કપૂર અને અમૃતા અરોરા મસ્તી કરતાં દેખાઈ રહ્યા છે. કરીનાએ વિડીયો શેર કરતાં લખ્યું હતું, ઉફ્ફ્ફ શરૂ થઈ ગયું છે.” વિડીયોમાં નાસ્તો પણ જોવા મળી રહ્યો છે. કરીના કપૂરે પોતાની વીરે રિયા કપૂરની એક તસવીર શેર કરી છે. જેમાં તે સોફા પર બેસીને કંઈક ખાઈ રહી છે. કરીનાએ તસવીર શેર કરતાં લખ્યું, ‘રિયા કપૂર પોતાનો અભિપ્રાય આપી રહી છે. કરીનાએ બીજી એક તસવીર પોતાની બહેન કરિશ્મા અને મસાબા ગુપ્તાની શેર કરી છે. જેમાં કરિશ્મા અને મસાબા હસતાં જોવા મળે છે. તસવીર શેર કરતાં બેબોએ લખ્યું, એગ ટોસ્ટ પર ખારી ટ્રફલ. બીજી એક તસવીરમાં કરીના તેની બધી જ બહેનપણીઓ સાથે જોવા મળી રહી છે. મસાબા, કરિશ્મા, અમૃતા, રિયા, પૂનમ, મલાઈકા અને કરીના ક્રિસમસ ટ્રીની પાસે ઊભા રહીને પોઝ આપી રહ્યા છે. કરીનાએ તસવીર શેર કરતાં લખ્યું, ‘વન વુમન શો. ખૂબ સરસ જમવાનું હતું. થેન્ક્યૂ મારી ડા‹લગ રિયા. કરિશ્મા કપૂરે પણ ગર્લગેંગ સાથેની તસવીર શેર કરતાં અદ્‌તભૂત ડિનર માટે રિયાનો આભાર માન્યો હતો. તસવીરોમાં જોઈ શકો છો કે બધા જ સ્ટાઈલિશ પણ કમ્ફર્ટેબલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.