રિઝર્વ બેન્કના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આવતા વર્ષે ૨૦૨૨માં ભારતની પણ ડિજિટલ કરન્સી લોન્ચ થઈ શકે છે. જેમા ૨૦૨૨ના શરૂઆતના ત્રણ મહિનામાંજ આ કરન્સી લોન્ચ કરવામાં આવશે.
રિઝર્વ બેંક દ્વારા આવતા વર્ષે તેમની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે. જેને લઈને તેઓ હાલ પૂર જોશમાં કામ કરી રહ્યા છે. આ મામલે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષે પહેલા ત્રણ મહિનાની અંદરજ ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવી શકે છે. જેને લઈને અમે ઘણા ખુશ છે.
આ જે ડિજિટલ કરન્સી આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવશે તે ડિજિટલ ક્યાતો વર્ચ્યુઅલ કરન્સી હશે. જોકે ભારતની મૂળ મુદ્રા પ્રમાણેજ આ કરન્સી લોન્ચ કરવામાં આવશે એટલે કે આ ડિજટિલ કરન્સી રૂપિયાના આધારા પરજ રહેવાની છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાશ દ્વારા સીબીડી સોફ્ટ લોન્ચની સંભવના વ્યક્ત કરી હતી. જોકે તેને લઈને તેમણે ત્યારે કોઈ પણ ટાઈમલાઈન નહોતી આપેલી. જોકે અધિકારીઓના કહેવા પ્રમાણે તેને લોન્ચ કરવું એટલું સરળ નથી. તેને લોન્ચ કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે.