કોરોનાકાળમાં સતત યથાવત રખાયેલા વ્યાજદરો ફરી એક વખત યથાવત જ રહે તેવી શક્યતા છે. વધતા જતા ફુગાવાના દરને અંકુશમાં લેવા સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સતત પ્રયાસમાં છે. જેના ભાગરૂપે વધુ એક વખત રેપો રેટ અને રિઝર્વ રેપો રેટમાં કોઈ ફેરફારો ન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીની આજથી બેઠક શરૂ થઇ ગઇ છે. જે આગામી ૮મી ડિસેમ્બર એટલે કે બુધવાર સુધી ચાલશે.
નિષ્ણાંતોના મત અનુસાર, ભારતીય રિઝર્વ બેંક આજથી શરૂ થયેલા નાણાકીય નીતિ સમીક્ષા કાર્યક્રમ દરમિયાન ચાવીરૂપ ધિરાણ દરો અને ગોઠવણો પર તેનું વલણ જોળવી રાખે તેવી શક્યતા છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી અને રાષ્ટ્રીય નિર્દેશક (સંશોધન) રજની સિન્હાએ આ અંગે જણાવ્યું છે કે એવી અપેક્ષાઓ છે કે ડિસેમ્બરની મોનીટરી પોલિસી બેઠકમાં, આરબીઆઈ રેપો અને રિવર્સ રેપો રેટ વચ્ચેના અંતરને પૂરવા માટે રિવર્સ રેપો રેટમાં વધારો કરશે. જો કે, કોવિડના નવા કલર ઓમિક્રોનને લઈ ફરી જોખમ ઉભું થયું છે.
જેના કારણે અનિશ્ચિતતા સામે વ્યાજદરોમાં બદલાવ ન લાવવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત, મોંઘવારીના દરને નિયંત્રિતત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવશે .આ માસના અંત સુધીમાં ફુગાવાનો દર ૪.૫ ટકા સુધી ઘટાડવા આરબીઆઇએ લક્ષ્યાંક સેવ્યો છે.જણાવી દઈએ કે હાલમાં, કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાપારી બેંકો માટે રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરને ૪ ટકા પર રાખ્યો છે. વધુમાં, રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો.
જો સેન્ટ્રલ બેંક ચાવીરૂપ ધિરાણ દરો યથાવત રાખે છે, તો તે સતત નવમી વખત હશે કે મધ્યસ્થ બેંકે તેના વલણમાં ફેરફાર કર્યો નથી. ઇમ્ૈંએ ૨૦૨૧-૨૨ દરમિયાન CPI ફુગાવો ૫.૭ ટકા – બીજો ક્વાર્ટરમાં ૫.૯ ટકા, ત્રીજોમાં ૫.૩ ટકા અને નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ૫.૮ ટકા, જોખમો સાથે, વ્યાપક રીતે સંતુલિત રહેવાનો અંદાજ મૂક્યો છે.