સાવરકુંડલાના ભંમર ગામે રહેતા તીરથગીરી ઈશ્વરગીરી ગોસાઈ (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ સંજયગીરી તીરથગીરી ગોસાઈ (ઉ.વ.૬૮) વિજપડી ગામે રાજુલા ગામ તરફ જતા રોડ ઉપર બજરંગ કિરાણા સ્ટોરની સામે કેશુભાઈ મેઘજીભાઈ વાળા રહે.ભંમર વાળાની છકડો રિક્ષા પડી હતી અને રિક્ષામાં સામાન ભરતા હતા. રિક્ષા બંધ હાલતમાં હોવાથી તે તેમાં બેઠા હતા ત્યારે એકાએક ચકકર આવતા ઓચિંતા રિક્ષામાંથી નીચે રોડ ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.સી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.