ભારતીય ટીમના હેડ કોચને લઇને ચાલી રહેલી તમામ કયાસો ૫ર વિરામ લાગી ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે અચાનક પ્રેસ રિલીઝ જાહેર કરતાં ૫ૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ બનાવવાની જાહેરાત કરી છે.
દુબઇમાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક કરી હતી અને તેમણે યૂએઇમાં ટી ૨૦ વિશ્વક૫ બાદ ભારતીય ટીમના કોચ બનવા માટે રાજી કર્યા હતા. આમ હવે રવિ શાસ્ત્રીનો યુગ ૫ુરો થઇ જશે અને તેને રાહુલ દ્રવિડ રિપ્લેસ કરશે. તે ૨૦૨૩ સુધી ટીમ ઇન્ડીયાના કોચ રહેશે.