રાહુલ ગાંધીનો એક નહીં પણ બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નેપાળના કાઠમંડુમાં રહેતા ભૂપેન કુંવરે ૨-૩ મે ૨૦૨૨ની રાત્રે આ બંને વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. એક વીડિયોમાં રાહુલ ગાંધી દારૂની બોટલો સામે ફોન તરફ જાતા જાવા મળે છે. બીજા વીડિયોમાં તે એક છોકરી સાથે ઊભા જાવા મળે છે અને તેની સાથે વાતચીત કરી રહ્યા છે. ભૂપેન કુંવરના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના આ બંને વીડિયો કાઠમંડુના એલઓડી નામના પબના છે જેનો અર્થ થાય છે લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ. તેમના ફેસબુક પેજ પર લખ્યું છે – નેપાળમાં સૌથી મોટી અને શ્રેષ્ઠ નાઇટ ક્લબ – જેનો અર્થ નેપાળની સૌથી મોટી અને શ્રેષ્ઠ નાઇટ ક્લબ છે.સોશિયલ મીડિયા પર આ બંને વીડિયોને લઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક રાહુલ ગાંધીની જૂની તસવીર લઈને તેમની બાજુમાં બેઠેલી છોકરીની સરખામણી કાઠમંડુના લોર્ડ આૅફ ધ ડ્રિંક્સની છોકરી સાથે કરી રહ્યા છે.
બીજી તરફ બીજેપીના અન્ય નેતા કપિલ મિશ્રાએ ટ્‌વીટ કરીને કહ્યું કે, આ રાહુલ ગાંધીના અંગત જીવનનો મામલો નથી. તેમણે પૂછ્યું રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચીનમાં એજન્ટો છે? શું રાહુલ ગાંધી સેના વિરૂદ્ધ ટિવટ કરે છે તે ચીનના દબાણમાં છે? પ્રશ્નો પૂછવામાં આવશે? સવાલ રાહુલ ગાંધીનો નથી દેશનો છે.ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવિયાએ ટ્‌વીટ કર્યું કે, જ્યારે મુંબઈમાં હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં જ હતા. હવે જ્યારે તેની પાર્ટી મુશ્કેલીમાં છે, તે હજુ પણ નાઈટ ક્લબમાં છે. તેમનામાં સાતત્ય છે.
જાકે આ વીડિયો વિશે ઘણાં કલાકો સુધી કોંગ્રેસ અથવા રાહુલ ગાંધીનું કોઈ રિએક્શન આવ્યું નહતું. અંતે પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક મિત્રના મેરેજમાં ગયા છે. તે એક જર્નાલિસ્ટ છે. મિત્રો-પરિવારનું હોવું અને લગ્નોમાં હાજરી આપવી આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. લગ્નમાં જવું હવે આ દેશમાં ક્રાઈમ ના ગણી શકાય. શક્ય છે કે, હવે બીજેપી એવું પણ નક્કી કરે કે, લગ્નમાં જવું ગેરકાયદે છે અને મિત્રો બનાવવા ગુનો છે.
કાઠમંડુ પોસ્ટના સમાચાર મુજબ, રાહુલ ગાંધી ખરેખર કાઠમંડુમાં સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા માટે ગયા છે. જે નેપાળમાં મ્યાનમારના રાજદૂતની પુત્રી છે. આ તેમનો અંગત પ્રવાસ છે. સુમનિમાના પિતા ભીમ ઉદાસે જણાવ્યું હતું કે તેમની પુત્રીના લગ્ન મંગળવારે નીમા માર્ટિન શેરપા સાથે થવાના છે. તેમનું સ્વાગત ૫
મેના રોજ હયાત રિજન્સી બુદ્ધા ખાતે થવાનું છે.