આજે (૧૧ નવેમ્બર) કેરળના વાયનાડમાં પેટાચૂંટણી માટે પ્રચારનો છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધીના પ્રચાર માટે રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ આઈ લવ વાયનાડની ટી-શર્ટ પહેરી હતી અને રોડ શોમાં લોકોને ફ્લાઈંગ કિસ આપી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ પગલાએ વાયનાડના લોકોના દિલ જીતી લીધા.પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને વાયનાડ લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સોમવારે કેરળના વાયનાડ પહોંચ્યા અને તેમની બહેન માટે પ્રચાર કર્યો. તમને જણાવી દઈએ કે વાયનાડ સીટ પર ૧૩મી નવેમ્બરે મતદાન થશે અને ૨૩મી નવેમ્બરે મતગણતરી થશે.
આ સાથે રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું, પ્રિયંકા ગાંધીજી સાંસદ પદના ઉમેદવાર છે. તે મારી નાની બહેન પણ છે, તેથી મને તેના વિશે વાયનાડના લોકોને ફરિયાદ કરવાનો અધિકાર છે. વાયનાડ રાજનીતિથી આગળ મારા હૃદયમાં ઘણું મોટું સ્થાન ધરાવે છે. હું દરેકને મદદ કરવા માટે હંમેશા અહીં છું. જો હું તેની સુંદરતા દુનિયાને બતાવી શકું તો હું ખુશીથી કરીશ. હું મારી બહેનને વાયનાડને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવા માટે પણ પડકાર આપવા માંગુ છું. જ્યારે લોકો કેરળ વિશે વિચારે છે, ત્યારે તેઓએ પ્રથમ સ્થાન જોવું જાઈએ તે વાયનાડ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીની એક અલગ જ શૈલી જાવા મળી હતી. રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં આઇ લવ વાયનાડની ટી-શર્ટ પહેરીને બહાર આવ્યા હતા. આ સાથે તે રોડ શો દરમિયાન ફ્લાઈંગ કિસ પણ કરતો જાવા મળ્યો હતો. કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, કારણ કે આ સીટ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને સીટો પરથી જીત્યા હતા. આ પછી રાહુલે રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેવા અને વાયનાડ બેઠક ખાલી કરવાનો નિર્ણય લીધો હતો.