છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે એજન્ડા આજતકના મંચથી કેન્દ્ર સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધીથી જોડાયેલ મુદ્દા પર પણ પોતાની વાત રાખી હતી.સિંહાસન છત્તીસી નામક સેશનમાં ભુપેશ બધેલે સ્પષ્ટ કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી,બંન્ને ભાઇ બેનની વચ્ચે કોઇ ઝઘડો નથી છત્તીસગઢના મુખ્યમંત્રી બધેલને સવાલ પુછવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીમાં હાલ કોનો સમય ચાલે છે.તેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે બંન્ને ભાઇ બેન વચ્ચે સરખામણી થવી જોઇએ નહીં રાહુલ,પ્રિંયકા બંન્ને ભાઇ બેન વચ્ચે કોઇ ઝઘડો નથી બધેલે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધીને યુપીની જવાબદારી આપવામાં આવી છે તે પુરા ઉત્સાહથી જે જવાબદારી આપવામાં આવી છે તે નિભાવી રહ્યાં છે.બધેલે એ પણ કહ્યું કે કોંગ્રેસ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચુંટણી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં જ લડશે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં જીલ્લા બ્લોક ન્યાય પંચાયત સ્તર પર પણ અમે સંગઠનનું માળખુ ઉભુ કર્યું છે અમે આજ સંગઠનના બળે અમે ચુંટણી લડીશું ભુપેશ બધેલે યુપીની ચુંટણીને લઇ એક સવાલના જવાબમાં કહ્યું કે કેટલાક વર્ષ પહેલા ભાજપ પણ ચોથા નંબર પર હતી તેમણે કહ્યું કે આ તો રોટેશન છે જનતાએ બધાને પરખી છે હવે અમારો વારો છે.