રાહુલ ગાંધીએ સેના વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સેના ૧૦ ટકા વસ્તીના નિયંત્રણમાં છે. રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ થયો છે. ભાજપે તેમના નિવેદન પર તેમના પર હુમલો કર્યો છે અને વિપક્ષના નેતા પર દેશમાં ધ્રુવીકરણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે સેનાની બિનશરતી માફી માંગવી જાઈએ.ભાજપ પ્રવક્તા સીઆર કેશવને રાહુલ ગાંધીના નિવેદન અંગે કહ્યું, “રાહુલ ગાંધીની ટિપ્પણીઓ વિભાજનકારી છે. ખુલ્લેઆમ આપણી સેનાને રાજકારણમાં ખેંચીને, તેઓ દુશ્મનાવટ અને અવિશ્વાસ પેદા કરવા માંગે છે. આ આપણી રાષ્ટ્રીય એકતાને નબળી પાડવાનો ખૂબ જ ખતરનાક પ્રયાસ છે. રાહુલ ગાંધીની ટિપ્પણીઓ ખૂબ જ નિંદનીય છે અને સેનાના ગૌરવને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધી વિરોધી પક્ષ (વિપક્ષના નેતા) છે, પરંતુ તેઓ ધ્રુવીકરણના નેતાની જેમ બોલે છે અને કાર્ય કરે છે.”ભાજપે કહ્યું, “રાહુલ ગાંધી આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે આપણા બહાદુર સશસત્ર દળોની બિનશરતી માફી માંગવી જાઈએ. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પાસેથી તમે બીજું શું અપેક્ષા રાખી શકો છો, જેમણે વારંવાર આપણા સશ† દળોનું અપમાન કર્યું છે.મંગળવારે બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો છેલ્લો દિવસ હતો. કુટુમ્બામાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “જા તમે નજીકથી જાશો તો, દેશની ૯૦ ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અત્યંત પછાત અને લઘુમતી સમુદાયોની છે. દેશની ૯૦ ટકા વસ્તી સમાજના સૌથી પછાત અને આદિવાસી વર્ગોમાંથી આવે છે.” રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “જા તમે ભારતની ૫૦૦ સૌથી મોટી કંપનીઓની યાદી જુઓ છો, તો તમને પછાત કે દલિત સમુદાયોમાંથી એક પણ વ્યક્તિ મળશે નહીં.” “તે બધા ટોચના ૧૦ ટકામાંથી આવે છે. તેમને બધી નોકરીઓ મળે છે. તેઓ સશ† દળોને નિયંત્રિત કરે છે. બાકીની ૯૦ ટકા વસ્તી ક્્યાંય પ્રતિનિધિત્વ કરતી નથી.”














































