રાહુલ ગાંધીએ પગ પર કુહાડી મારી. હતી મોંઘવારી સામેની રેલી અને તેમાં બોલી ગયા હિન્દુ અને હિન્દુત્વ વિશે. અને તે પણ બરાબર જ્યારે કાશી વિશ્વનાથ કૉરિડૉરનું લોકાર્પણ વડા પ્રધાન મોદી કરવાના હતા ત્યારે. આનાથી હિન્દુ અને હિન્દુત્વ પર ચર્ચા છેડાઈ ગઈ. કેટલાકેમજાકમાં એવું કહ્યું કે હિન્દુત્વ વગરનો હિન્દુ એ પુરુષત્વ વગરના પુરુષ જેવો છે. આતંકી છે પણ આતંકવાદી નથી તેમ કહીએ તો કેવું લાગે?

રાહુલ ગાંધીએ આ જે કહ્યું તેની શરૂઆત કદાચ દેવદત્તપટનાયકે કરી છે. પહેલાં તો તેની કૉલમ માઇથૉલૉજી નામની છે. માઇથૉલૉજી એટલે કાલ્પનિક કથા. મિથ એટલે ભ્રમણા, ઉપજાવી કાઢેલી વાત થાય છે. તેનું શાસ્ત્ર એટલે માઇથૉલૉજી. શું રામ, શંકર, કૃષ્ણ, વગેરે કાલ્પનિક હતા? હિન્દુ ધર્મશાસ્ત્રો પર વિકૃત અર્થઘટન કરીને પોતાને ધર્મ નિષ્ણાત કહેવડાવતા આ વ્યક્તિએ રા. સ્વ. સંઘ-ભાજપ વગેરેને નિશાન પર લેવા હિન્દુત્વ વિરુદ્ધ હિન્દુઇઝમની ચર્ચા ગયા વર્ષથી છેડેલી છે. તેના વિશે આ કૉલમમાં અગાઉ આપણે વાત કરી ગયા છીએ. આના પરથી હવે સંઘ-ભાજપ હિન્દુ ધર્મ વિશે જે કહે તે હિન્દુત્વ અને તેમની રીતે જે હિન્દુ ધર્મની માન્યતા છે તેને હિન્દુઇઝમ નામ આપ્યું છે.

પરંતુ હિન્દુઇઝમ જેવો શબ્દ ઉપજાવી કાઢેલો છે. આ શબ્દ કમ્યુનિઝમ, કૉમ્યુનલિઝમ વગેરે શબ્દ પરથી આવ્યો છે. હિન્દુઇઝમ જેવું કંઈ નથી. કોઈ શબ્દને હિન્દુઇઝમ ન કહી શકાય. અંગ્રેજીમાં પણ વાત કરવી હોય તો હિન્દુત્વશબ્દ જ વાપરવો પડે. કેટલાક શબ્દોનું અંગ્રેજી થઈ જ ન શકે. અને જે રીતે ૨૦૧૪ પછી હિન્દુઓ એક થયા તે જોતાં હવે આ સેક્યુલર લૉબીહિન્દુઓમાં મતભેદ ઊભા કરવા માગે છે કે સંઘ-ભાજપ જે કહે છે તે સાચું હિન્દુત્વ નથી. દેવદત્તપટનાયકે ગયા વર્ષનું એક ટ્વીટછે- હિન્દુઇઝમ: હૂ એમ આઈ? હિન્દુત્વ: હૂહૅલ આર યૂ? એટલે કે હિન્દુઇઝમશીખવે છે કે પોતાને પૂછો કે હું કોણ છું. આત્મખોજ કરો. જ્યારે સંઘ-ભાજપનુંહિન્દુત્વ કહે છે, હટ, તું કોણ છો?

આ લોકો હવે હિન્દુઓને ભ્રમિત કરવા માગે છે. રાહુલ ગાંધીએ પણ ભેદ પાડવા કહ્યું કે ગાંધીજી હિન્દુ હતા, ગોડસેહિન્દુવાદી હતા. અત્યારે કેટલાક ગુના એવા થાય છે જે અદ્શ્ય હોય છે. સાઇબરઠગાઈથી લઈને ફેકઆઈડી સુધી. આવા ગુના કરે અને કોઈ પકડાય નહીં તો? શું તે સારો બની જાય? અને આવા અનેક અપરાધો કરનારની સામે કોઈ એક અપરાધ કરે એટલે તે ખરાબ? ગોડસેનો બચાવ નથી.ગોડસેએગાંધીજીની હત્યા ન કરી હોત તો અત્યારે અણ્ણા જેમ અપ્રાસંગિક થઈ ગયા છે તેમ ત્યારે પણ ગાંધીજી ઑલરેડી, અપ્રાસંગિક થઈ જ ગયા હતા અને નહેરુની બાબતોનો વિરોધ કરવાના કારણે સાવ ભૂલાઈ જ ગયા હોત. પરંતુ હત્યા કરીને ગોડસેએ ગાંધીજીને મહાન બનાવી દીધા અને હિન્દુઓને આત્મગ્લાનિમાં મૂકી દીધા. કોઈ એ નથી કહેતું કે ગોડસેએગાંધીજીની હત્યા કરી તે પછી ગોડસેચિત્પાવન બ્રાહ્મણ હોવાથી મહારાષ્ટ્રમાં કૉંગ્રેસી નેતાઓએ ૩૧ જાન્યુઆરીથી લઈ ત્રણ ફેબ્રુઆરી સુધી ચિત્પાવનબ્રાહ્મણોની હત્યા કરી હતી. શું આ ગાંધીજીનોહિન્દુવાદ હતો? મોપલા મુસ્લિમોએ જે હિન્દુઓનોહત્યાચાર કર્યો હતો તેની સામે કંઈ ન બોલતાગાંધીજીનોહિન્દુવાદહવે આ દેશના હિન્દુઓને મંજૂર નથી. રાષ્ટ્રભક્ત સાધુ અને અનેક વિપંથીઓની ઘરવાપસી કરાવનાર આર્યસમાજી સ્વામી શ્રદ્ધાનંદની હત્યા કરનાર અબ્દુલ રાશીદનો ‘મારા ભાઈ’ કહીને બચાવ કરનારા ગાંધીજીનોહિન્દુવાદ હવે હિન્દુઓને પસંદ નથી. પાકિસ્તાન અડધા કાશ્મીર પર કબજો જમાવીને બેસી જાય તો તેનું નાક દબાવવા તેના ભાગના ૫૩ કરોડ ભારત ન આપે ત્યારે ઉપવાસ પર બેસી જનાર ગાંધીજીનોહિન્દુવાદ હવે હિન્દુઓને પસંદ નથી. રઘુપતિ રાઘવ રાજા રામ જેવા ભજનમાંઅલ્લાહનો સમાવેશ કરીને ગવડાવનારાગાંધીજીનોહિન્દુવાદહિન્દુઓને નથી ગમતો. એક ગાલ પર તમાચો પડે તો બીજો ગાલ આગળ ધરવાની વાત કરનારા ગાંધીજીની વાત હવે હિન્દુવાદીઓને ગળે ઉતરતી નથી, તે પણ જ્યારે ગાલ પર સતત તમાચા પડતા જ રહે.

જોવાની વાત એ છે કે ગાંધીજીનાભારત આગમન પછી હિન્દુઓને સતત સહિષ્ણુતા, ઉદારતા, અહિંસા અને સેક્યુલરિઝમનીઘુટીપીવડાવાતી રહી. અને બીજી બાજુ કટ્ટર મુસ્લિમોને છૂટો દોર અપાતો રહ્યો. તેમની દાદાગીરી, તેમની સંગઠિત હિંસા, તેમનાં તોફાનો, તેમની અયોગ્ય માગણીઓનેપોષાતી રહી. આ જ રીતે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાતી વટાળ પ્રવૃત્તિ સામે આંખ મિંચામણાકરાતા રહ્યા. અંગ્રેજ અને મોગલો તરફી ઇતિહાસ લેખન કરાયું પણ મહાન હિન્દુ રાજાઓનો ઇતિહાસ ભૂલાવીદેવાયો. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, વગેરેનું શાળાથી માંડીને કાર્યક્રમોમાં નામ કાઢી નખાયું.આથી જ હવે હિન્દુને સહિષ્ણુતા, ઉદારતા, અહિંસા અને સેક્યુલરિઝમનીબોદી વાતો પસંદ નથી પડતી. આ બધાની સામે સરહદના ગાંધીને ભૂલાવી દેવાયા. સરહદના ગાંધી એટલે અબ્દુલ ગફાર ખાન. અબ્દુલ ગફાર ખાન એટલે કટ્ટર મુસ્લિમ લીગની પડખે ઊભા રહેવાના બદલે કૉંગ્રસ પક્ષે ઊભા રહેલા એક સાચા મુસ્લિમ. તેમણે ભારતના ભાગલાનો વિરોધ કરેલો. તેમણે કૉંગ્રેસના નેતાઓને કહેલું કે ભારતના ભાગલા સ્વીકારને તમે અમને (પાકિસ્તાનમાં રહેતા હિન્દુ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, સાચા મુસ્લિમો) વરુઓની સામે ફેંકી દીધા છે. તેમણે અલગ પશ્તુનિસ્તાન માગેલું પણ બ્રિટિશરોને તો ભારતના ભાગલા કરાવવા હતા, પાકિસ્તાનના નહીં. એટલે તે માગણી સ્વીકારી નહીં. કૉંગ્રેસે પણ (ગાંધીજી એમ વાંચો) આ માગણીને સમર્થન ન આપ્યું. સ્વતંત્રતા પછી તેઓ પાકિસ્તાનમાં જ રહ્યા. પાકિસ્તાનની સરકાર તેમની વારંવાર ધરપકડ કરતી રહી. તેમનું મૃત્યુ પણ નજરકેદમાં જ થયું. તેમને પશ્ચિમના દેશો દ્વારા અપાતો કોઈ એવૉર્ડ–નૉબેલ શાંતિ પુરસ્કાર, મેગ્સેસે પુરસ્કાર જેવા કોઈ એવૉર્ડ ન મળ્યા. તેમને લોકોનું સમર્થન હોવા છતાં સરકારના અત્યાચારોના કારણે સત્તાની નજીક જવા ન મળ્યું. આનો અર્થ એ જ થાય ને કે સ્વતંત્રતા પછી અંગ્રેજો પોતાને અનુકૂળ એવા માણસોને ભારત-પાકિસ્તાન બંને જગ્યાએ સત્તામાં બેસાડીને ગયા હતા?

સરહદના ગાંધી તરીકે જાણીતા આ અબ્દુલ ગફાર ખાનના ઇસ્લામનો બોધપાઠ ભારતમાં કેમ કોઈ નેતાએ, કોઈ મૌલવીએમુસ્લિમોને ન આપ્યો? લેન્ડ જિહાદ કરનારા, લવ જિહાદ કરનારા, ભારતમાં રહી પાકિસ્તાન ઝિંદાબાદ બોલનારા, પાકિસ્તાનના ઝંડાફરકાવનારા, આઈએસઆઈએસનાઝંડાફરકાવનારા, ભારતમાં રહી મોહમ્મદ અલી ઝીણાની તસવીરો રાખનારા, અફઝલગુરુનીફાંસીના દિવસે ભારત તેરે ટુકડે હોંગે, ભારત કી બરબાદી તક જંગ જારી રહેગી, તુમ કિતનેઅફઝલમારોગે, હર ઘર સે અફ્ઝલનિકલેગા, જેવાં સૂત્રોપોકાનારા, સિલિગુડીથી ભારતના ભાગલા લોહિયાળ રીતે પાડવાની હાકલ કરનારા, ત્રિપુરાનીતથાકથિત ઘટના માટે મહારાષ્ટ્રમાં હિંસા કરનારા, કોરોનામાં પ્રતિબંધ છતાં ભેગા થનારા અને પછી થૂંકનારા, જમવાની સામગ્રી કે ખાદ્ય પદાર્થો બનાવવામાં થૂંકનારા, વંદેમાતરમ્ ન ગાનારા, ભારત માતા કી જય ન બોલનારા, વૉટ્સએપ કે ફૉન પર ત્રિતલાક કહી પત્નીને તરછોડી દેનારા, બાળકોનુંપંથાંતરણ કરનારાઓ, જાહેરમાં નમાઝ પઢનારાઓ, આ બધાને સરહદના ગાંધીના ઇસ્લામની વાત કેમ ન કરાઈ? રાહુલ ગાંધી તમે સાચા પંથનિરપેક્ષ હો તો તમારે આ કરવું જોઈએ. તો તમારી વાત હિન્દુઓ પણ માનશે. એકને ગોળ આપી બીજાને ખોળ ન અપાય. ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહેજે. આવી નીતિના દિવસો હવે ગયા.

લોકોને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનુંહિન્દુત્વ પસંદ છે. અને મોદીનુંહિન્દુત્વ કેવું છે? એ પોતાની માતાને અસીમ પ્રેમ કરે છે, તેમનું સમ્માન કરે છે, જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે થોડો તો થોડો પણ સમય કાઢીને પોતાની માતાને મળવા જાય છે. એ વડીલોને સમ્માન આપે છે. કેશુભાઈ પટેલ હોય કે લાલકૃષ્ણ અડવાણી, તેમના પગે પડતા શરમાતા નથી. બીજા કયા નેતા કોઈના ચરણસ્પર્શ કરતા દેખાયા? એ કોઈ રાષ્ટ્રના વડા આવે તો તેમને ભગવદ્ ગીતા ભેટમાં આપે છે. એ હિન્દુવાદી છે એટલે જ એમને ભારત જ દેખાય છે અને ભારતની ૧.૩ અબજ જનતા. એ નેતા છે એટલે મંદિરે દર્શન કરવા જવામાં શરમ અનુભવતા નથી. મંદિરમાં પણ વિધિવત્ પૂજા કરવી. આરતી કેવી રીતે કરવી. એ એવા નેતા જેવા નથી જેમને ચૂંટણી આવે ત્યારે જ મંદિરો અને હિન્દુઓની યાદ હવે ૨૦૧૪ પછી આવવા લાગી છે અને જનોઈ પહેરીને મંદિરે-મંદિરે જાય છે અને ચરણામૃત કેવી રીતે લેવું કે પૂજામાંઊંધા ગોઠણ નાખીને ન બેસાય તે ખબર નથી.

એમને હિન્દીબોલતા કે સંસ્કૃતનાશ્લોકનેટાંકતા છોછ નથી નડતો. તેઓ સોમનાથ, કેદારનાથ, ચાર ધામ, કાશી વિશ્વનાથ સહિતનાંમંદિરોનુંનવીનીકરણ કોઈ સંકોચ વગર કરાવી રહ્યા છે. સાથે એઇમ્સ, ગગનયાન, ઍક્સ્પ્રેસવે, સુંદર રેલવે સ્ટેશન અને ઍરપૉર્ટ વગેરે પણ બનાવી રહ્યા છે.મોદીનુંહિન્દુત્વપરંપરાઓ અને આધુનિકતાનો સુભગ સમન્વય છે. એ સંસદ અને બંધારણના પુસ્તક જેવી દેખીતી રીતે નિર્જીવ લાગતી ચીજોને પણ પ્રણામ કરે છે. એ કોઈ રાષ્ટ્રના નેતાને તાજમહલ બતાવવા નહીં, પણ સાબરમતી આશ્રમ બતાવવા લઈ આવે છે કે પછી ગંગા કિનારે આરતી કરવા લઈ જાય છે. કૉંગ્રેસ રાજમાં કયા નેતાને સાબરમતી આશ્રમ વડા પ્રધાન પોતે લાવેલા?

એ ફક્કડ જેવા કપડાં નથી પહેરતા. તેમને સુંદર, સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો ગમે છે કારણકે વડા પ્રધાન તરીકે તેમને દેશનું પ્રદર્શન કરવાનું હોય છે. એ ઇઝરાયેલના પૂર્વ વડા પ્રધાન બેન્જામીનનેતન્યાહુને પણ હિન્દીમાં ટ્વીટ કરવા માટે પ્રેરી શકે છે. એ બ્રાઝિલના વડા પ્રમુખ જૈરબૉલ્સૉનારોનેકૉરોનામાં રસી પહોંચાડવા માટે હનુમાનજીના ચિત્ર સાથે હિન્દીમાં ધન્યવાદ કહેવા પ્રેરી શકે છે.

એ ગાંધીજી કે પૃથ્વીરાજચૌહાણ નથી જે દુશ્મનને ક્ષમા આપે. એ દુશ્મન જે ભાષામાં સમજે તેવી જ ભાષામાં જવાબ આપવામાં માને છે. પરંતુ એમને મન દુશ્મન એટલે પોતાના લોકો નથી. એ રીતે તો સ્મૃતિ ઇરાની, ગોરધનઝડફિયા વગેરે અનેક લોકોને તેમણે ક્ષમા આપેલી છે. એમને મન દુશ્મન એટલે ભારત વિરોધીઓ. અને આ વાત માત્ર તાળીઓઉઘરાવવા તેમણે કહી હોય તેવું પણ નથી તે હવે ભારતનો દરેક નાગરિક સર્જિકલસ્ટ્રાઇક અને બાલાકોટઍરસ્ટ્રાઇકના કારણે જાણે છે. પાકિસ્તાન સામે એક વાર દોસ્તીનો હાથ લંબાવ્યા પછી ઊડી-પુલવામા હુમલા પછી આજ સુધી એકેય વાર મંત્રણા માટેહાથ લંબાવ્યો નથી. આને તમે મોદીનોહિન્દુવાદ કહી શકો કે મોદીત્વ પણ કહી શકો, પરંતુ આજે અનેક ભારતીયોને તે આકર્ષી રહ્યો છે તેમાં કોઈ શંકા નથી.