અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા અંગે દાખલ કરાયેલી નવી અરજીને ફગાવી દીધી હતી. અરજદારે તેને પાછું ખેંચવાની માંગ કરી હતી. જાકે, કોર્ટે અરજદારને અગાઉ નિકાલ કરાયેલા કેસ સામે સમીક્ષા અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે.
કર્ણાટકના અરજદાર એસ વિગ્નેશ શિશિરે આ કેસમાં નવા પુરાવા રજૂ કરવાનો દાવો કરતી નવી અરજી દાખલ કરી હતી. તેમણે કોર્ટને વિનંતી પણ કરી હતી કે અરજીની સુનાવણી થાય ત્યાં સુધી રાહુલ ગાંધીના કોઈપણ વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
કોર્ટે કહ્યું કે આવી જ એક અરજીનો નિકાલ ૫ મેના રોજ થઈ ચૂક્યો છે, તેથી અરજદાર આદેશ સામે સમીક્ષા અરજી દાખલ કરી શકે છે. જે બાદ કોર્ટે અરજી પાછી ખેંચી લેવાનો વિચાર કરીને તેને ફગાવી દીધી. ૫ મેના રોજ, કોર્ટે શિશિરની મૂળ અરજીનો નિકાલ કર્યો હતો અને તેમને અન્ય કાનૂની ઉપાયો શોધવાની મંજૂરી આપી હતી.