પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં જ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જેની ભારતમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની રક્ષા મંત્રીના નિવેદન બાદ કોંગ્રેસ પણ બીજેપીના નિશાના પર આવી ગઈ છે. હકીકતમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫છ પુનઃસ્થાપિત કરવા માટે પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સાથે છે. ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી અને કહ્યું હતું કે કલમ ૩૭૦ અને ૩૫એ પર કોંગ્રેસ અને જેકેએનસીને સમર્થન આપવાની પાકિસ્તાનના રક્ષા મંત્રીની વાતે ફરી એકવાર કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે.
કલમ ૩૭૦ અને ૩૫એ પર કોંગ્રેસ અને જેકેએનસીને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના સમર્થનથી કોંગ્રેસ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને પ્રભાવિત કરી રહ્યા છે.
ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી તમામ ભારત વિરોધી શકતીઓ સાથે ઉભા છે. એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટીપ્પણી કરવી હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી શÂક્તઓ સાથે રહ્યો છે. પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ ૩૭૦ કે આતંકવાદ પાછા આવવાના છે.
જિયો ન્યૂઝ પર કેપિટલ ટોક શોમાં પત્રકાર હામિદ મીર સાથે વાત કરતી વખતે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫એને પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર એકમત છે. જેના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યું, “અલબત્ત, અમારી પણ આ જ માંગ છે…” પાકિસ્તાની રક્ષા મંત્રીએ એવો પણ દાવો કર્યો કે જા જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવે તો કલમ ૩૭૦ પાછી લાવી શકાય છે. જેના પર તેણે કહ્યું કે મને લાગે છે કે તે શક્ય છે. અત્યારે ત્યાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ઘણું મહત્વ છે. ખીણની વસ્તી આ મુદ્દે ખૂબ જ પ્રેરિત છે અને મને લાગે છે કે કોન્ફરન્સ (નેશનલ કોન્ફરન્સ) સત્તામાં આવે તેવી શક્યતા છે. તેઓએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરની સ્થીતિ પુનઃસ્થાપિત થવી જાઈએ.”
અગાઉ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ તેમની પાર્ટીના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે જા ગઠબંધન સત્તામાં આવશે, તો તે ચોક્કસપણે વિશેષ દરજ્જા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, “ભાજપને તેને (કલમ ૩૭૦) નાબૂદ કરવામાં કેટલા વર્ષ લાગ્યા? ભગવાન ઈચ્છે તો અમે પણ તેને પુનઃસ્થાપિત કરીશું. આ (કલમ ૩૭૦) જમ્મુ અને કાશ્મીરના લોકોના હૃદયની ધડકન છે. કલમ ૩૭૦ અને ૩૫છ પુનઃસ્થાપિત કરો. “થઈ જશે.” આ સાથે પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પરત આવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “કંઈ પણ અશક્ય નથી. જા તે અશક્ય હોત તો સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ની તરફેણમાં ત્રણ વખત ચુકાદો ન આપ્યો હોત… જા આજે સુપ્રીમ કોર્ટની પાંચ જજાની બંધારણીય બેન્ચે કલમ ૩૭૦ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. તો શું એ શક્ય નથી કે આવતીકાલે ૭ જજાની બંધારણીય બેંચ કલમ ૩૭૦ની તરફેણમાં ચુકાદો આપે.