કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં કૃષિ આંદોલન દરમિયાન ખેડૂતોનાં મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકાર પાસેથી તેમના પરિવારોને વળતરની માંગ કરી છે. કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન લગભગ ૭૦૦ ખેડૂતોનાં મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને ખેડૂતોની માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું છે કે તેમના તરફથી ભૂલ થઈ હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોનાં આંદોલન પર બોલતા કહ્યું, ર્૩૦ નવેમ્બરે કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યું કે, આંદોલનમાં કેટલા ખેડૂતોનાં મોત થયા? જેના જવાબમાં તેમણે કહ્યું કે, મારી પાસે આ અંગે કોઈ ડેટા નથી.
સંસદનાં શિયાળુ સત્રની કાર્યવાહી વિપક્ષનાં જોરદાર હોબાળા વચ્ચે ચાલુ રહી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનાં મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો, ખેડૂતોનાં આંદોલનમાં ૭૦૦ જેટલા ખેડૂતો શહીદ થયા, વડાપ્રધાને દેશ અને ખેડૂતોની માફી માંગી? ખેડૂતોનાં મોતનો આંકડો પણ કૃષિ મંત્રી પાસે નથી. ઉલ્લેખનીય છે કે, આંદોલન દરમિયાન ખેડૂતોનાં કુલ મૃત્યુઆંક વિશે પૂછવામાં આવતા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, સરકાર પાસે આવો કોઈ આંકડો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેટલા ખેડૂતોનાં મોત થયા, સરકારને આની જોણ નથી. વળી, ખેડૂત સંગઠનોનો દાવો છે કે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં ૭૦૦ ખેડૂતોનાં મોત થયા છે, વિપક્ષ પણ આ આંકડાને આધારે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. કોંગ્રેસે અગાઉ પણ સવાલો ઉઠાવ્યા હતા કે જો કેન્દ્ર પાસે ખેડૂતોનાં આંકડા નથી તો કોરોનાથી મૃતકોનો આંકડો ક્યાંથી આવ્યો?
રાહુલ ગાંધીએ શૂન્યકાળ દરમિયાન ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને લોકસભાનાં ટેબલ પર લગભગ ૫૦૦ ખેડૂતોની યાદી પણ મૂકી હતી અને દાવો કર્યો હતો કે, ખેડૂતોનાં આંદોલન દરમિયાન આ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું, “આખો દેશ જોણે છે કે ખેડૂતોનાં આંદોલનમાં લગભગ ૭૦૦ ખેડૂતો શહીદ થયા હતા. વડાપ્રધાને દેશ અને ખેડૂતોની માફી માંગી. વડા પ્રધાને સ્વીકાર્યું કે, તેમની ભૂલ થઈ છે. ૩૦ નવેમ્બરનાં રોજ, કૃષિ મંત્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો (લોકસભામાં લેખિત પ્રશ્ન) કે કેટલા ખેડૂતો મૃત્યુ પામ્યા. તેઓએ જવાબ આપ્યો કે તેમની પાસે કોઈ ડેટા નથી. કોંગ્રેસ સાંસદે કહ્યું, ‘અમને આ ખેડૂતો વિશે જોણવા મળ્યું. પંજોબ સરકારે રાજ્યનાં લગભગ ૪૦૦ ખેડૂતોને વળતર આપ્યું છે. હું ગૃહનાં ટેબલ પર આ ખેડૂતો અને હરિયાણાનાં કેટલાક ખેડૂતોની યાદી મૂકી રહ્યો છું જેમણે વિરોધ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.