કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મહિલા સરકારી ડોક્ટરની આત્મહત્યાને સંસ્થાકીય હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે આ ઘટના ભાજપ સરકારની અમાનવીય અને અસંવેદનશીલ કામગીરીને ઉજાગર કરે છે.ડોક્ટર મહારાષ્ટÙના બીડ જિલ્લાની રહેવાસી હતી અને સતારા જિલ્લાના ફલટનની સરકારી હોસ્પિટલમાં પોસ્ટેડ હતી. ગુરુવારે રાત્રે તે એક હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તેણીની હથેળી પર લખેલી સુસાઇડ નોટમાં, ડોકટરે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાણે પર અનેક વખત બળાત્કાર કરવાનો અને સોફ્ટવેર એન્જીનિયર પ્રશાંત બાંકર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.રાહુલ ગાંધીએ એકસ પર હિન્દીમાં લખ્યું, “બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને મહારાષ્ટÙના સતારામાં ડો. સંપદા મુંડેની આત્મહત્યા એ એક દુર્ઘટના છે જે કોઈપણ સભ્ય સમાજના અંતરાત્માને હચમચાવી નાખે છે.” એક આશાસ્પદ ડોક્ટર, જે અન્ય લોકોના દુઃખને દૂર કરવા માંગતી હતી, તે ભ્રષ્ટ વ્યવસ્થામાં ગુનેગારોના ત્રાસનો ભોગ બની. ગુનેગારોથી જનતાનું રક્ષણ કરવાની જવાબદારી સોંપાયેલા લોકોએ આ નિર્દોષ મહિલા સામે સૌથી જઘન્ય ગુનો કર્યોઃ બળાત્કાર અને શોષણ.તેમણે આગળ લખ્યું કે અહેવાલો અનુસાર, ભાજપ સાથે સંકળાયેલા કેટલાક પ્રભાવશાળી લોકોએ તેના પર ભ્રષ્ટાચાર કરવા માટે દબાણ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ સત્તાથી સંરક્ષિત ગુનાહિત વિચારધારાનું સૌથી ઘૃણાસ્પદ ઉદાહરણ છે. આ આત્મહત્યા નથી – તે સંસ્થાકીય હત્યા છે. જ્યારે સત્તા ગુનેગારોને રક્ષણ આપે છે, ત્યારે આપણે ન્યાયની અપેક્ષા ક્યાંથી રાખી શકીએ? ડા. સંપદાનું મૃત્યુ આ ભાજપ સરકારના અમાનવીય અને નિર્દય સ્વભાવને ઉજાગર કરે છે. ન્યાય માટેની આ લડાઈમાં અમે પીડિત પરિવાર સાથે મજબૂત રીતે ઉભા છીએ. ભારતની દરેક દીકરી માટે – હવે ડર નહીં, અમને ન્યાય જાઈએ છે.પોલીસે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાણેની ધરપકડ કરી છે. તેમણે શનિવારે આત્મસમર્પણ કર્યું. પુણેમાં સોફ્ટવેર એન્જીનિયર પ્રશાંત બાંકરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને પર બળાત્કાર અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ડોક્ટરે વારંવાર હેરાનગતિની ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે ફાલટણના કેટલાક રાજકીય વ્યક્તિઓએ મેડિકલ રિપોર્ટ બદલવા માટે તેમના પર દબાણ કર્યું હતું. શુક્રવારે રાત્રે બીડ જિલ્લાના વડવાણી તાલુકામાં ડોક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવાર આરોપીઓને મૃત્યુદંડની માંગ કરી રહ્યો છે.










































