રાહુલ ગાંધીએ છોટાઉદેપુરના બોડેલીથી આજે ત્રીજા દિવસે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ન્યાય યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બોડેલીમાં બેઠક કરી છે. આ બેઠક દરમિયાન કોંગ્રેસ છોડી રહેલા ધારાસભ્યો અને કાર્યકરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બોડેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી. આ બેઠક દરમિયાન તેમણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઓછી થઇ જવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપ વિરોધી મત આપમાં જતા ધારાસભ્યોની સંખ્યા ઘટી હોવાનું પણ જણાવ્યું હતુ.આપની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ના કરી શકી હોવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઊણા ઉતર્યા હોવાની પણ ટકોર કરવામાં આવી. લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા રાહુલ ગાંધીએ ધારાસભ્યોને સૂચના આપી છે. કપરી સ્થિતિમાં પણ પક્ષ સાથે જાડાઈ રહી પ્રજાદ્રોહ ન કરવા બદલ ધારાસભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.’